સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના અધ્યક્ષ કમલ મહેતાને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત
વિદ્યાર્થી વિરોધી માનસિકતા ધરાવતા હોવાના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાના આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિનિયન વિદ્યાશાખા હેઠળની વિનિયન કોલેજમાં એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનીએ દ્વિતીય વર્ષમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી હતી. આ વિદ્યાર્થીની પ્રથમ વર્ષ પૂર્ણ કરીને, બીજા વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા માગતી હતી. આ વિદ્યાર્થીનીને ગઊઙ 2020 મુજબ મોબિલિટી, અને વિષય બદલવાનો અધિકાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીને અંગ્રેજી વિષયમાં પ્રવેશ મળવા પાત્ર છે કે કેમ તે નક્કી કરવા માટે અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના અધ્યક્ષ કમલ મહેતા સમક્ષ સમગ્ર બાબતને રજૂ કરવામાં આવી. ગુજરાત સરકારના કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપી મુજબ, જોગવાઈ હતી કે વિદ્યાર્થીનીને દ્વિતીય વર્ષમાં અંગ્રેજી વિષય સાથે પ્રવેશ મળી શકે, તેમ છતાં, હંમેશા વિદ્યાર્થીઓ માટે નકારાત્મક માનસિકતા ધરાવતા અંગ્રેજી ભવન ના અધ્યાપક કમલ મહેતા દ્વારા, એવો અભિપ્રાય આપવામાં આવ્યો કે, વિદ્યાર્થીને પ્રવેશ મળી શક્યા નહીં. આ વિદ્યાર્થીની પોતાના મનગમતા વિષયને ભણવાને બદલે અન્ય વિષયમાં પ્રવેશ મેળવવા મજબૂર બન્યા. કમલ મહેતા દ્વારા આવી ઘટના પહેલી વખત બને છે એવું નથી.
અંગ્રેજી ભવનમાં પરિણામો મોડા આપવા, અભ્યાસક્રમ સમયસર પૂરો ન કરાવો, એમ ફીલની પ્રવેશ પરીક્ષામાં ગોટાળા કરવા, એક દીકરીને પ્રવેશ ન આપતા તેને મહિલા આયોગમાં ફરિયાદ કરવી પડી હતી, અને ત્યારબાદ તેને પ્રવેશ મળ્યો હતો, આજ પ્રમાણે પીએચડી પ્રવેશ પરીક્ષામાં પણ અનેક વખત કમલ મહેતાએ ઘણા ગોટાળા કર્યા છે, કમલ મહેતાએ પોતાના સગા ભાઈને એમ.એ ડીપાર્ટમેન્ટમાં પ્રવેશ આપવા માટે જ્યારે તેમને અંગ્રેજી વિષયમાં જરૂૂરી ટકા નહતા ત્યારે અન્ય વિષયમાંના ટકાને ધ્યાને લઈ, અંગ્રેજી વિષયના ભવનમાં પ્રવેશ આપ્યો હતો. આમ પોતાના સ્વાર્થ માટે હંમેશા અગ્રેસર રહેલા કમલ મહેતા, અન્ય લોકોમાં દોષ જોઈને કાયદાનું ખોટું અર્થઘટન કરીને વિદ્યાર્થીઓની કારકિર્દી ને અવરોધવાનું કામ કરે છે.
અગાઉ આંબેડકર યુનિવર્સિટીના પ્રાધ્યાપકના ઇન્ટરવ્યૂ વખતે પોતાનો વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ આપતો હતો ત્યારે, પોતાના ખોટા નામે કમલ મેહતા ઇન્ટરવ્યૂમાં હાજર રહ્યા હતા. આમ કૌભાંડો કરવા ટેવાયેલા ભવનને રાજકીય અખાડો બનાવનાર, અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ ની માનસિકતા ધરાવતા કમલ નેતાને, અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના ચેરમેન પદ્ધતિ દૂર કરવામાં આવે અને તેમણે કરેલા ગેરકાયદેસર, ગેર બંધારણીય અને વિદ્યાર્થીઓના હિત વિરોધી કરેલા કૃત્યોની તપાસ કરવામાં આવે. ત્યારે તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત રાજ્ય સરકાર જોઈ રહી છે તેવી પ્રતીતિ શિક્ષણ જગતને થશે. તેમ પૂર્વ સિન્ડીકેટ ડો.ધરમ કાંબલીયા દ્વારા ગાંધીનગર સુધી રજુઆત કરી છે.
