માતાની તાત્કાલિક સર્જરી, ત્રણ વર્ષથી નાના બાળકોને છોડી FSL નિષ્ણાંતોની અવિરત સેવા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના દુ:ખદ પ્રસંગે, જ્યારે સમગ્ર દેશ શોકમગ્ન છે, ત્યારે કોઈ નજરે ન પડતા હીરો - ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL )ના નિષ્ણાતો, નખશિખથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.36 જેટલા સમર્પિત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પોતાની વ્યકિતગત પીડા અને મુશ્કેલીઓના છતાં પણ 24સ7 ફરજ પર છે. આ ટીમના એક નિષ્ણાતનું ઉદાહરણ હૃદયસ્પર્શી છે - જેમની માતા ફક્ત 20% હ્રદયની ચાલી રહ્યું છે અને જીવ માટે ઝઝૂમી રહી છે અને તેમને તાત્કાલિક સર્જરી જરૂૂરી છે. છતાં પણ આ નિષ્ણાત વ્યક્તિગત સંજોગો છોડીને ડીએનએ ટેસ્ટિંગના દાયિત્વમાં સતત લાગેલા છે.આ સિવાય, આ ટીમમાંની 8 મહિલા નિષ્ણાતો એવી છે જેમના બાળકો 3 વર્ષની ઉમરથી નાના છે.
આ મહિલા નિષ્ણાતોએ પોતાના નાનકડા બાળકોની કાળજીને પછાડી મૂકી, પોતાની કુટુંબજિંદગીને સ્થગિત રાખીને, ફોરેન્સિક તપાસને અગ્રતા આપી છે. તેમની નિષ્ઠા અને માનવતાપૂર્ણ સેવાભાવ વ્યાવસાયિકતા માટે એક જીવંત ઉદાહરણ છે.હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર બાબતે તેમનો જુસ્સો વધારવા ટીમને દુનિયા સમક્ષ લાવી તેમના કાર્યને બિરદાવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમણે લખ્યું.. અમે આ નાયકોને સલામ કરીએ છીએ. જેમણે પોતાના પારિવારિક કે પર્સનલ અનેક સંઘર્ષો હોવા છતાં પણ દુર્ઘટનાથી પીડિત પરિવારોને ન્યાય અને સુવિધા મળે તે માટે રાતદિવસ યથાશક્તિ પ્રયાસ કર્યો છે.