રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વામ્બે આવાસમાં હોળી કરવા આવેલા જમાઈ પર સાસુ-સસરા, સાળાનોે હુમલો

12:21 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા માટે આવેલા જમાઈને હૈયા હોળી થઈ છે, અને તેના સસરા-સાસુ તેમજ સાળાએ માથામાં બેટ ફટકારી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. મારી પુત્રી જામનગર આંટો દેવા આવે ત્યારે તમારે 5,000 રૂૂપિયા સાથે આપવાના, પરંતુ તેની સગવડ ન હોવાથી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે વાંકાનેર નજીક ખાનપર ગામના વતની પ્રવીણ રમેશભાઈ સરવૈયા (24 વર્ષ) કે જે ગઈકાલે વામ્બે આવાસના આઠ માળીયા બિલ્ડિંગમાં રહેતા પોતાના સસરા ધીરુભાઈ ધરજીયાને ઘેર હોળીના તહેવારને લઈને આવ્યો હતો, અને પોતાની પત્નીને સાથે લાવ્યો હતો.

Advertisement

દરમિયાન તેના સાસુ ભાનુબેન, સસરા ધીરુભાઈ તથા સાળા અનિરુદ્ધભાઈએ પૈસા વાપરવાના લઈ આવવા બાબતે તકરાર કરી હતી. અમારી પુત્રી જામનગર જ્યારે આંટો દેવા આવે, ત્યારે તમારે તેના હાથમાં 5,000 રૂૂપિયા વાપરવા માટે આપવાના તેમ કહ્યું હતું.પરંતુ જમાઈ પ્રવીણભાઈ પાસે તેટલી સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડતાં ત્રણેય શખ્સો ઉસકેરાઈ ગયા હતા, અને જમાઈ પણ હુમલો કરી દીધો હતો, અને ક્રિકેટ રમવાનું બેટ માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી.

જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જમાઈ દ્વારા સાસુ-સસરા અને સાળા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પીએસઆઇ એન.પી. જોશી વધુ તપાસ ચલાવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement