ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુત્રની બર્થ ડે પાર્ટીમાં જ હાર્ટએટેકથી માતાનું મૃત્યુ

03:51 PM Sep 16, 2024 IST | admin
Advertisement

વલસાડમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Advertisement

જિલ્લામાં હાર્ટ એટેકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પુત્રના બર્થ ડેની પાર્ટીની ઉજવણી દરમિયાન જ માતા ઢળી પડ્યા હતા.. અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ વાપીની જાણીતી એક હોટલમાં બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રની બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી અનેપાર્ટીમાં પરિવારજનો અને સ્વજનો ગીત સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સ્ટેજ પર બર્થ ડે બોય ગૌરિકના માતા યામિનીબેન અને તેના પિતા પાર્ટીની મજા માણી રહ્યા હતા.

એ વખતે જ યામિનીબેન તેમના પતિના ખભે માથું નાખી અને સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. આથી પાર્ટીમાં દોડધામ મચી ગઈ હતી.

પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આથી ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જન્મદિવસની ઉજવણીમાં જ પોતાના જન્મદિવસે એક પુત્રએ માતાની છાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગીન માહોલ છવાયો હતો.

Tags :
deathgujaratgujarat newsheartattactrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement