રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં બાઇક પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે માતાનું મોત

05:40 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલના વાછરા ગામથી પુત્ર સાથે બાઈક પર બેસીને જઈ રહેલી માતા પર ઝાડ પડતા ઘટના સ્થળે માતાનું મોત નીપજ્યું હતું. વાછરા ગામે સબંધીઓને પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરીને ગોંડલ ખરીદી કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. ડાભી પરિવારના આંગણે આવેલા રૂૂડા અવસર પહેલા માતાના મોતથી લગ્ન પ્રસંગ ઉપર કાળી ટીલી લાગી છે.

Advertisement

ગોંડલના વાછરા રોડ પર બાઈક સવાર પર વૃક્ષ પડતા ઘટના સ્થળ પર વિજયાબેન હંસરાજભાઈ ડાભી (ઉ.વ.55) નામની મહિલાનું મોત નીપજ્યું છે. જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાછરા ગામે સગાને ત્યાં માતા વિજયાબેન, તેમનો પુત્ર જયસુખ અને પૌત્રી કંકોત્રી આપવા માટે આવ્યા હતા. કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતાં સમયે ચાલુ બાઈકે ઝાડ પડતા પુત્રને ઇજા થઈ હતી. જ્યારે વિજયાબેનને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.

વિજયાબેન અને તેમના મોટા પુત્ર જયસુખ મેરેજની કંકોત્રી આપીને ગોંડલ જતા હતા. તે સમયે અચાનક ચાલુ બાઈક પર ઝાડ પડતા વિજયાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલા પર વૃક્ષ પડતા સ્થાનિક રાહદારીઓએ વૃક્ષ હટાવી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પુત્ર જયસુખને ઇજા થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક વિજયાબેનના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આવતી 3 માર્ચના રોજ પુત્રના મેરેજ હતા. મૃતક વિજયાબેનને પરિવારમાં પતિ અને ત્રણ દીકરા હતા. ત્રણ પૈકી બીજા નંબરના દીકરાના મેરેજ છે. પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી ડાભી પરિવારમાં માતમ છવાયો છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement