બરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત
ફટાણા ગામે એક સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ત્યાં તપાસ કરતા સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું.આ બાદ સગર્ભાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.
પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામે રહેતા ભરતભાઇ અરભમભાઈ નામના ખેડૂતના ખેતરે એમ.પી.પંથકમાંથી એક પરિવાર મજૂરીકામ માટે આવ્યો હતો.આ પરિવારની ભુરિયા મોહબાઈ સુનિલ(ઉ.26)નામની સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની રૂૂપાળીબા લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તપાસ દરમ્યાન સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હોવાનું સામે આવતા તાત્કાલિક સારવાર શરૂૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન સગર્ભાનું પણ મોત નિપજતા તેમના મૃતદેહ પી.એમ.માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી પણ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મહિલાના મોતને લઈને બંને સંતાનો માતાની છત્રછાયા ગુમાવી હતી.
