ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GSTના નવા દર પહેલા જ મધર ડેરીએ લિટરે બે રૂપિયા ઘટાડયા

05:26 PM Sep 16, 2025 IST | Bhumika
Advertisement

એક લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ હવે રૂા.75

Advertisement

 

સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ, તેની મોટી અસર જોવા મળી છે. ગ્રાહકોને રાહત આપવા માટે મધર ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. 22 સપ્ટેમ્બરથી નવા GST દરો લાગુ થવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલાં જ કંપનીએ તેના પેકેજ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ તેના 1 લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ 77 રૂૂપિયાથી ઘટાડીને 75 રૂૂપિયા કરી દીધા છે.

સરકારે 3 સપ્ટેમ્બરના રોજ GST સુધારાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર કર ઘટાડા અંગે માહિતી શેર કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે અને દૂધ, ચીઝથી લઈને ¡ AC-TV સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. તેમના અમલીકરણ પહેલા જ, મધર ડેરીએ તેના દૂધના ઉત્પાદનોના ભાવ ઘટાડી દીધા છે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે. મધર ડેરીએ નવા ધોરણો સાથે ગ્રાહકોને તમામ ઉત્પાદનો પર 100% કર લાભ આપવા માટે આ મોટું પગલું ભર્યું છે. એ નોંધનીય છે કે કંપનીનો સમગ્ર ઉત્પાદન પોર્ટફોલિયો કાં તો શૂન્ય GST અથવા 5% ના સૌથી ઓછા સ્લેબ હેઠળ આવે છે.

 

Tags :
gujaratgujarat newsmilkMother Dairy
Advertisement
Next Article
Advertisement