For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

01:31 PM Jul 14, 2025 IST | Bhumika
માતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી જી.આર.વી. સ્પીનિગ મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઓડિશા રાજ્યના શ્રીકાંત પ્રફુલ્લા વનમાળી માજી નામના 22 વર્ષના યુવાને પોતાના રૂૂમમાં પંખા સાથે ટુવાલ બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણ થતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીપી વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે તેના પિતા પ્રફુલ્લા વનમાળી માજી કે જેઓ પોતાના વતનમાં રહેતા હોવાથી તેઓને ધ્રોળ બોલાવી લીધા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે મૃતક શ્રીકાંત કે જેની માતાની તબિયત બરાબર ન હોવાથી પૈસાની જરૂૂરિયાત ઊભી થતાં પોતે પુત્રને ફોન કર્યો હતો, અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ તેની પાસે પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાના કારણે ગળાફાંસા દ્વારા આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement