કોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુ
માતાના મૃત્યુના સમાચાર મળતાં જ પુત્રએ પણ અંતિમ શ્ર્વાસ લીધા
કોડીનારમાં વણકર વાસમાં રહેતા ચુડાસમા પરિવારના માતા પુત્રના એક સાથે જ મૃત્યુ થતાં બંનેની સ્મશાન યાત્રા એક સાથે જ કાઢવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
જોગાનું જોગ બનેલી આ ઘટનાની વિગત એવી છે કે કોડીનારના ત્રીકમરાય મંદિર પાસેના વણકરવાસમાં રહેતા ગંગાબેન ગોવિંદભાઈ ચુડાસમા તેમના સંતાનોમાં ત્રણ પુત્રો અને ચાર દીકરી છે તેમાં મોટો પુત્ર જેઠાભાઈ ગોવિંદભાઈ ચુડાસમા અને માતા ગંગાબેન બંને ઘણા સમયથી બીમાર હતા દરમિયાન આજરોજ સાંજના સમયે બીમારીથી ગંગાબેન ને લો બીપી થઈ જતા અંતિમ શ્વાસ લીધા હતા.
અને આ સમાચાર તેના પુત્રને મળતા પણ તેને પણ લો બીપી થઈ જતા તેનું પણ મૃત્યુ થયું હતું આમ જોગાનું જોગ માતા પુત્ર બંને એક સાથે જ અંતિમ શ્વાસ લેતા તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન થી કાઢવામાં આવી હતી અને લોકોમાં શોખનું મોજુનું ફરી વળ્યું હતું.