મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું કરૂણ મોત
મોરબીના મચ્છુ 3 ડેમમાં માતા પુત્રીએ સાથે ઝંપલાવી દેતાં ડેમના પાણીમાં ડૂબી જતાં દીકરીનું મોત નીપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્ત માતાને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જે ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લઇ શકાશે અને આપઘાત કરવાનું કારણ સામે આવશે. વધુ તપાસ શહેર પોલીસ કરી રહી છે.
મુજબ મચ્છુ 3 ડેમમાં માતા અને પુત્રીએ આપઘાતના ઇરાદે એક સાથે ઝંપલાવી દીધાની માહિતી મળતાં પોલીસની ટીમ દોડી ગઈ હતી, અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા કાફલા સાથે ધસી ગયા હતા અને ફાયરની ટીમે પાણી ડહોળવાનું શરૂૂ કર્યું હતું અને તપાસ ચલાવી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ક્ધયા છાત્રાલય રોડ પર અવધ સોસાયટીમાં રહેતા કુંજનબેન વિનોદભાઈ બોપલીયા (ઉ.વ.19) અને માતા કંચનબેન બોપલીયાએ મચ્છુ 3 ડેમના પાણીમાં આપઘાતના ઈરાદે કુદકો લગાવ્યો હતો. જો કે બન્નેમાંથી એકેયને તરતા આવડતું ન હતું અને પાણીમાં ડૂબી જતા કુંજનબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા કંચનબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે . જો કે માતા અને પુત્રીએ ક્યા કારણોસર ડેમમાં ઝંપલાવ્યું તે કારણ હાલ સ્પષ્ટ થયું નથી, કંચનબેન ભાનમાં આવ્યા બાદ નિવેદન લેવાશે અને આપઘાત કરવો પડે તેવું કયું કારણ હતું એ સહિતની વિગતો મેળવાશે. મૃતક યુવતી બીએસસીનો અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળી રહ્યું છે.