મનપાના પાંચ હજારથી વધુ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે તેમજ જનજાગૃતિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 07/10/2025 થી 13/10/2025 સુધી શહેરના સર્કલ, પ્રતિમા, ખુલ્લા પ્લોટ ,બેક લેન, મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્થળોએ દરરોજ 5020 સફાઈ કામદારો દ્વારા સાત દિવસ દરમિયાન સફાઈ ઝુંબેશ હાથ ધરવામા આવેલ.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમા વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટર ઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.