For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાની 307 ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી વધારે મતદારો મતદાન કરશે

03:46 PM May 29, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લાની 307 ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી વધારે મતદારો મતદાન કરશે

ચૂંટણીલક્ષી તમામ ટેન્ડરો કલેક્ટર તંત્ર દ્વારા ખોલી નખાશે: સ્ટાફને તાલીમ આપવા તૈયારીઓ શરૂ

Advertisement

આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 307 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં પાંચ લાખ કરતા વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં કુલ 2,26,145 મતદારોનો સમાવેશ થાય છે (1,17,638 પુરુષ અને 1,08,507 સ્ત્રી મતદારો).

ચૂંટણી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને મતદાન પ્રક્રિયામાં જોડવાનો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી માટે કુલ 435 મતદાન મથકો ઊભા કરવામાં આવશે.ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ બૂથોની યાદી મંગાવવામાં આવી છે. જરૂૂર જણાશે તો પેરામિલિટરી ફોર્સની પણ માંગણી કરવામાં આવશે.

Advertisement

આજે સાંજ સુધીમાં ચૂંટણીલક્ષી તમામ ટેન્ડરો પણ ખોલી દેવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં તાલુકાવાર ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. રાજકોટ તાલુકામાં 51 ગ્રામ પંચાયતો, કોટડાસાંગાણીમાં 18, પડધરીમાં 31, ઉપલેટામાં 21, ધોરાજીમાં 13, જેતપુરમાં 28, ગોંડલમાં 40, લોધિકામાં 14, જામકંડોરણામાં 32, જસદણમાં 30 અને વિંછિયામાં 28 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. કુલ 820 મતપેટીઓની જરૂૂર પડશે અને 50 ચૂંટણી અધિકારીઓ અને 50 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement