રાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક મહત્ત્વપૂર્ણ નિયમ એ છે કે, કોઈપણ મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન હોવા જોઈએ. આ નિર્ણયને પગલે રાજકોટ જિલ્લામાં મતદાન મથકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
અત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં મુજબ, 2027ની ચૂંટણીમાં 700 થી 750 જેટલા નવા મતદાન મથકોનો વધારો થશે જે સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ પણ કલેકટર દ્વારા ચૂંટણી પંચને કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તમામ મામલેદારોને આમની વધુ પ્રક્રિયા હાથ ધરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.
બીજી બાજુ આજે સાંજે ચાર વાગે સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા સૌરાષ્ટ્રભરના ધારાસભ્યો સાથે મતદારયાદી ને લઇ બેઠક બોલાવવામા આવી હતી આ બેઠકમા સૌરાષ્ટ્રભરના ધારાસભ્યો હાજર રહયા હતા તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ પણ આ બેઠકમા હાજર રહયા સાથે જ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ , એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સહિત અધિકારીઓ પણ આ બેઠકમા હાજર રહયા હતા અને વિવિધ મુદે ચર્ચા કરવામા આવી હતી.