ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?

05:26 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં, કર્ણાટક, મધ્યપ્રદેશ સુધી નેટવર્ક, વાલી અને દલાલ વચ્ચેની ઓડીયો ક્લીપ વાયરલ

Advertisement

 

NEET ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે. 75 લાખથી 1 કરોડમાં NEET માં 650થી વધુ માર્ક અપાવવાના ષડયંત્રનો દાવો કરાયો છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો સનસનીખેજ દાવો થયો છે.

આવતીકાલે લેવાનારી NEET ની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650 માર્ક્સ અપાવી દેવાની ગેરેન્ટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે. 75 લાખથી 1 કરોડમાં NEET માં 650 માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના ડાયરામાં છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો સામે આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહીતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે!
NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડનો મામલે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું કે, બે મહિના પહેલા વચેટિયાએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો.

વચેટિયા દ્વારા રૂૂપિયા લઈ પરીક્ષામાં પાસ કરતા હોવાની જાણ કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. વચેટીયાઓ ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર અન્ય રાજ્યમાં લઈ જઈ આધારકાર્ડ બદલી કૌભાંડ આચરવામાં આવતું હોય છે. આ અંગે તપાસ કરવી જરૂૂરી...અમદાવાદના એક કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકામાં હોવાનું ખૂલ્યું છે. NEET માં ગેરરીતિની ઈઇઈં સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. આ વચ્ચે વાલી અને દલાલ વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસે મળવા બોલાવી રૂૂપિયાની માંગ કરી છે.

આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય, તેના આધારકાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્ટો આધારકાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના. પરીક્ષા પુરી થાય ત્યારબાદ એક જ કલાકમાં ઘખછ ભરીને માર્ક મેળવી શકાય તેવો દાવો કરાય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટેલ, રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsNEET examrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement