રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દરરોજ 50 હજારથી વધુ શ્રાવકો લ્યે છે શુદ્ધ અને સાત્વિક ભોજનનો પ્રસાદ

04:46 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં વૈશ્વિક રામકથા માનસ સદભાવના શરૂૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથા દરમિયાન નવ દિવસ ભોજન પ્રસાદમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવાનું કાર્ય શરૂૂ છે. જેમાં પ્રથમ દિવસે ફાડા લાપસી, મીક્સ ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ અને બીજે દિવસે મોહનથાળ, ગાંઠીયા, દૂધીચણા દાળ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ પીરસવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે લાહાલાડુ, ભજીયા, દેશી ચણા, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, ચોથે દિવસે બરફી ચુરમુ, ડાકોરના ગોટા, ચોળાનું શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, પાંચમે દિવસે ડ્રાયફ્રૂટ બુંદી, ગાંઠીયા, મીક્સ શાક, કાબુલી ચણા, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ. છઠે દિવસે અડદીયા પાક, ખમણ, સુકા વટાણા, મીક્સ લીલોતરી, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, સાતમે દિવસે મગદાળનો શીરો, મીક્સ ભજીયા, ઉંધીયું, રોટલી, દાળ-ભાત, સંભારો છાશ, આઠમે દિવસે અમરતપાક, ફૂલવડીના ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ અને નવમે દિવસે રવાનો શીરો, ગાંઠીયા, ભજીયા, મીક્સ કઠોળ, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ પીરસવાની સમગ્ર તૈયારી કરવામાં આવી છે. સંજોગો તેમજ વ્યવસ્થાને આધારે આ વ્યવસ્થામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિ:સંતાન, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા માનસ સદભાવના શરુ થઇ ચુકી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવાસુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement