For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમૃધ્ધ ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર

11:49 AM Feb 08, 2024 IST | Bhumika
સમૃધ્ધ ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર

આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત, રાજકોટ જિલ્લામાં પણ 15573 બાળકોનો સમાવેશ

Advertisement

ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 31 જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવવા પામી હતી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી હતી. રાજ્યમાં 31 જીલ્લામાં 5 લાખ 70 હજાર 330 કુપોષિત બાળકો નોંધાયા હતા.

રાજ્યમાં 31 જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં સૌથી વધુ કુપોષિત બાળકો અમદાવાદ જીલ્લામાં 56941 નોંધાવા પામ્યા હતા. જ્યારે દાહોદ જીલ્લામાં 51321 કુપોષિત બાળકો તેમજ બનાસકાંઠા જીલ્લામાં 48866 કુપોષિત બાળકો નોંધાયા હતા. મહત્વનું છે કે વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં માહિતી સામે આવી છે.

Advertisement

વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કુપોષિત બાળકોનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 31 જીલ્લાનાં 5,70,330 કુપોષિત બાળકો નોંધાયા હતા. બાળકોમાં અતિ ઓછા વજનવાળા બાળકોનો પણ નોંધાવા પામ્યા છે. રાજ્યના 3 જીલ્લામાં બાળકોની કુપોષણની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા તેમજ દાહોદ જીલ્લાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં સૌથી વધુ 51 હજાર 321 કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે જ્યારે નવસારીમાં 1548 કુપોષિત બાળકો નોંધાયા છે જે રાજ્યમાં સૌથી ઓછા નોંધાયા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના 16069 બાળકો વધ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં 97 હજાર 840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement