હાપા માર્કેટિંગ યાર્ડ ખુલતાની સાથે જ 400થી વધુ વાહનોના થપ્પા લાગ્યા
જામનગર ના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે સોમવારે ઉઘડતી બજારે ગત રાત્રીથી જ 400થી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા, જેમાં સૌથી વધુ આવક મગફળીની થવા પામી છે, આજે 30 હજાર ગુણી માંડવી ઠલવાતાં હાપા યાર્ડ મગફળથી છલોછલ થઇ જવા પામ્યુ હતું, અને મગફળીની આવકને આજથી થંભાવી દેવામાં આવી છે.
સપ્તાહના અંતીમ દિવસ શનિવારે કુલ જણસ 6875 ગુણીની થવા પામી હતી, જે 482 ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી અને 8622 ગુણી જણસ વેચાણી હતી, કુલ 17585 મણ જણસ નોંધાઇ હતી.
સૌથી વધુ આવક કપાસ 3946 ભારી ઠલવાઇ હતી, જયારે સૌથી વધુ ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો જીરૂૂનો બોલાયો હતો જે 3200 થી 3990 હતો, જયારે સૌથી ઓછો ભાવ રાબેતા મુજબ કસ્તુરીનો રહયો હતો જે 40 થી 125 મણના બોલાયા હતા. અન્ય જણસના ભાવોની વાત કરીએ તો બાજરી 350-470, ઘઉં 470-531, અડદ 955-1155, તુુવેર 500-880, ચોરી 200 થી 400, ચણા 890 થી 1080, ચણા સફેદ 1100-1715, મગફળી જીણી 1000-1260, જાડી 900 થી 1205, 66 નંબર 1000 થી 1300, 9 નંબર 1100 થી 1390, એરંડા 1150 થી 1310, તલી 1900 થી 2250, લસણ 650 થી 1300, કપાસ 1000 થી 1555, જીરૂૂ 3200 થી 3990, અજમાની ભુસી 70 થી 1560, ધાણા, 1400 થી 1825, મરચા 900 થી 3750, સોયાબીન 700 થી 890, રાજમા 900 થી 1055 બોલાયા હતા.
એક સપ્તાહના બ્રેક બાદ આજે મગફળીની ધુમ આવક થવા પામી હતી, જેમાં 400 થી વધુ વાહનોમાં 30 હજાર ગુણી યાર્ડમાં ઠલવાઇ હતી, શનિવારે 9 નંબરની મગફળીના 1100 થી 1390 સુધીના ભાવ બોલાયા હતા તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે.