વેરાવળમાં 300થી વધુ વિઘ્નહર્તાની મૂર્તિઓનું વાજતે ગાજતે સામૂહિક વિર્સજન કરાયું
હોડીઓ મારફત બાપાની મૂર્તિઓનું દરિયામાં આસ્થાભેર વિર્સજન કર્યુ
યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે 300 થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિરઓનું આસ્થાભેર સ્થાપન કર્યુ હતુ. બાદ સતત પાંચ દિવસ સુઘી ઘાર્મીક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના સાથે ઉજવણી કરાઈ હતી. આજે પાંચમાં દિવસે અગલે બરસ તુ જલ્દી આના… બાપા મોરીયા ના નારા સાથે જુદા જુદા વિસ્તારોમાંથી વિઘ્નહર્તાની સામુહિક વિસર્જન યાત્રા નીકળેલ જે ટાવરચોકમાં એકત્ર થઈ સામુહિક સ્વરૂૂપે ગૌરવપથ ઉપર ફરીને બંદરે પહોંચી હતી. જ્યાં ખારવા સમાજ દ્રારા કરાયેલ વ્યવસ્થા મુજબ મૂર્તીઓનું વારાફરતી દરીયામાં વિર્સજન કરવામાં આવેલ હતું.
આજે બપોરથી શહેરમાં જુદા જુદા મુખ્ય મંડળો સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક ગ્રુપ સહીત જુદા-જુદા વિસ્તારોમાં સ્થાપન કરેલ અંદાજે 300 થી વઘુ વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓને જે તે મંડળના યુવાનો પોતા પોતાના વાહનોમાં રાખી ડીજેના તાલે ભક્તિસભર ગીત સંગીતોના તાલે નાચી અબીલ ગુલાલની છોળો ઉડાડતા વિસર્જન યાત્રા નીકળી હતી. આ તમામ ગણપતિજીની મૂર્તીઓ ટાવરચોકમાં ક્રમશ: એકત્ર થઇ રહેલ ત્યારે હિન્દુ સમાજના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા તમામ મંડળો અને મૂર્તિઓને હારતોરા કરી આવકારતા હતા. બાદમાં આ તમામ મૂર્તિઓ સાથે લોકો ગૌરવ પથ થઈ વિર્સજન અર્થે બંદરે પહોંચ્યા હતા.
શહેરની તમામ મૂર્તીઓનું દરીયામાં સુરક્ષીત રીતે વિસર્જન કરવા માટે અગાઉથી જ કિશોરભાઇ કુહાડાના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્યવસ્થા કરી રાખી હતી. આ અંગે કિશોરભાઇ કુહાડાએ જણાવેલ કે, લોકો આસ્થાભેર વિઘ્નહર્તાની મૂર્તીઓનું દરીયામાં વિર્સજન કરવા માટે ત્રીસેક જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે તથા બંદરના દરીયાકિનારે દસેક નાની હોડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેના મારફત સામુહિક વિસર્જન યાત્રા મારફત આવેલ અંદાજે 300 જેટલી નાની-મોટી મૂર્તીઓને અમારી સ્વયંસેવકોની ટીમ દ્રારા હોડીમાં લઇ જઇ થોડે દુર દરીયામાં આસ્થાભેર વિર્સજન કરવામાં આવી હતી.
સતત પાંચ દિવસ સુધી ઉજવણી કર્યા બાદ વિસર્જન અર્થે મૂર્તી સાથે દરીયાકાંઠે પહોંચેલા લોકો ભીની આંખે અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે પ્રાર્થના કરી વિઘ્નર્હતાને વિદાય આપતા જોવા મળતા હતા. આજની સામુહિક વિસર્જનયાત્રાને લઈ સીટી પીઆઈ ગૌસ્વામી દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો.
પ્રભાસપાટણ
પ્રભાસપાટણ સોમનાથ ના જુદા જુદા વિસ્તારોમાં માંથી આજે ગણેશ વિસર્જન કરવામાં આવેલ ગણેશ સ્થાપના બાદ રોજ રાત્રીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ અને આરતી મહાઆરતી ડાંડીયા રાશ સહિત ના કાર્યક્રમો યોજાતા હતા અને આજે બપોર બાદ ગણપતિની દાદા મોરીયા ના જયઘોષ સાથે ત્રિવેણી સંગમ મા બેન્ડ બાજા ની રમઝટ સાથે અને અબીલ ગુલાલ સાથે વિસર્જન કરવામાં આવેલ