For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના 2000થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા, ઉગ્ર સૂત્રોચ્ચાર

03:49 PM Jul 09, 2025 IST | Bhumika
રાજકોટના 2000થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા  ઉગ્ર સૂત્રોચ્ચાર
oplus_0

બેંક, LICમાં કામગીરી બંધ રહેતા કરોડોના વ્યવહારો ઠપ થયા: હોસ્પિટલ ચોક, અંડરબ્રિજ કઈંઈ કચેરી, બેંક ઓફ બરોડાની શાખા ખાતે એકત્ર થઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

Advertisement

કેન્દ્ર સરકારની કેટલીક નિતિઓ સામે આજે ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો સહિત સરકારના વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા કામકાજથી અળગા રહી અને હડતાળ પાઠવવામાં આવી હતી. જેમાં જેમાં રાજકોટના 2000થી વધારે કર્મચારીઓ જોડાયા હતાં. કચેરી બહાર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.હોસ્પિટલ ચોકમાં પણ કર્મચારીઓ એકત્ર થયા હતાં. અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. ટ્રેન યુનિયનોની હડતાળથી કરોડોના વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતાં.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગણ્યા ગાંઠ્યા માનીતા ઉદ્યોગપતિઓ અને વિદેશી કંપનીઓના દબાણથી કામદાર - કર્મચારીઓના 44 જેટલા શ્રમ કાનૂન રદ્દ કરી નવા ચાર શ્રમ કાનૂન લેબર કોડ (કાયદા) લાગુ કરવા કામ કરી રહી છે. કોરોના કાળનો ગેરલાભ ઉઠાવી કામદાર કર્મચારી અને ખેતી ખેડૂતો વિરુદ્ધના કાયદાઓ બનાવ્યા છે. આ ચાર નવા લેબર કોડથી કામદાર-કર્મચારીઓના હક્ક અધિકાર ખત્મ થઈ જશે. યુનિયનો બનાવવા અને આંદોલન - હડતાલ કરવાના અધિકારો ખત્મ થઈ જશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિઓના ભાગરૂૂપ ફિક્સ પગારની ભરતીઓ તેમજ આઉટસોર્સિંગનો નવો માર્ગ તૈયાર કરી રહી છે.

Advertisement

સામાજિક સેવાઓ - શિક્ષણ - આરોગ્ય -સમાજસુરક્ષા - સમાજકલ્યાણ - સંરક્ષણ વિભાગ - વહીવટી તંત્રના વિભાગોનું ખાનગીકરણ કરી કોન્ટ્રાક્ટ સીસ્ટમ દ્વારા કરાર આધારિત ફિક્સ પગારની ભરતીઓ કરી રહી છે. જાહેર ક્ષેત્રના બેન્ક - પોસ્ટ - એલઆઇસી - રેલ્વે - બંદરો હવાઈ અડ્ડા - હાઇવેના રસ્તાઓ - વીજળી - ખાણ ખનીજને પાણીના મૂલ્યથી માનીતા ઉદ્યોગપતિઓને આપી રહેલ છે. તેમાં રહેલી રોજગારી ખત્મ કરી રહ્યા છે.

યુનિયનનો એ જે મુદ્દાસર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે તેમાં વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણ નું પ્રમાણ વધારીને 100% કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય, વીમા કાનૂનમાં સુધારા કરવાની સરકારની તજવીજ, જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાની સરકારની નીતિ, મજુરહિત વિરોધી કાયદા અમલમાં મુકવા સહિતના વિવિધ મુદ્દે યુનિયનો કેન્દ્ર સરકારના વિરોધમાં છે. યુનિયનો એ સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જે માગણીઓ મૂકી છે તેમાં વીમા પ્રીમિયમ ઉપરનું જીએસટી દૂર કરવો કઈંઈમાં વર્ગ ત્રણ અને ચારમાં કર્મચારીઓની ભરતી કરવી. પેન્શનની જૂની સ્કીમ પુન: ચાલુ કરવી, સામાન્ય વીમા ક્ષેત્રની ચારેય કંપનીઓનું મર્જર કરવું અને લધુ લઘુત્તમ વેતન રૂા.26,000 કરવાની માગણીઓ મુખ્ય છે. આ માગણીઓ અને વિરોધના વિવિધ મુદ્દાસર યુનિયનો સરકાર સામે આક્રમક બન્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement