રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 5 વર્ષમાં 20 હજારથી વધુ યુવાઓનાં મોત

05:38 PM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

દર વર્ષે 11થી 17 જાન્યુ. દરમિયાન ઉજવાતા માર્ગ સલામતી સપ્તાહથી લોકોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવાશે : શહેર કરતા ગ્રામ્યમાં વધુ અકસ્માત થાય છે

Advertisement

દર વર્ષે 11થી 17 જાન્યુઆરી દરમિયાન અકસ્માત પ્રત્યે જાગૃતિ લાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય છે. ગુજરાતમાં 2019થી 2023 દરમિયાન 77 હજારથી વધુ માર્ગ અકસ્માતમાં 36484 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં 54% એટલે કે 19709 લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી હતી. હેલમેટ ન પહેરવાના કારણે 12,002 અને સીટ બેલ્ટ ન બાંધવાના કારણે 4,747 લોકોએ જીવ ગુમાવ્યો. 6503 હિટ એન્ડ રનમાં મૃત્યુ પામ્યા. 2020 બાદ અકસ્માતથી થતા મોતમાં 28%નો વધારો. 2020માં 6170 લોકોના મોત સામે 2023માં વધીને 7854 થયા હતા.

આ ઉફરાંત 2019થી 2023ના આંકડા મુજબ 20 હજારથી વધુ યુવા વયનાં મોત નિપજ્યા હતાં. જેમાં 18થી નાના 1956, 18-25 વયના 7,330, 25-35 વયના 10423, 35-45 વયના 8952, 45-60 વયના 5617, 60થી વધુ વયના 1840 લોકોના મોત નિપજ્યા હતાં.
આ ઉપરાંત શહેર કરતાં ગ્રામ્યમાં વધુ અકસ્માત નોંધાયા હતાં. તેમજ 8 હજારથી વધુ મોત રાત્રિ દરમિયાન નિપજ્યા હતાં.

પાંચ વર્ષમાં રાજ્યમાં 6503 લોકોના મોત હિટ એન્ડ રનમાં થયા હતા. જે કુલ મોતના 18 ટકા છે. જ્યારે 8 હજાર વધુ લોકના મોત સાંજે 6 વાગ્યાથી લઇ રાતના 9 કલાકમાં નીપજ્યા હતા. શહેર કરતાં ગામડાંમાં વધુ અકસ્માત નોંધાયા હતા. એક્સપ્રેસ, નેશનલ હાઇવે કે સ્ટેટ હાઇવે પર નહીં પરંતુ સામાન્ય રોડ-રસ્તા પર સૌથી વધુ 15347 અકસ્માત થયા હતા.

હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ન પહેરવાથી અકસ્માતમાં 45% મોત થયા
પાંચ વર્ષમાં હેલમેટ ન પહેરવાના કારણે 12,022 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં સીટ પાછળ બેસેલ પેસેન્જર પણ સામેલ હતા. 4747નું સીટ બેલ્ટ ન બાંધવાના કારણે મોત નીપજ્યું હતું. 5323 અકસ્માતમાં ડ્રાઇવર પાસે લાઇસન્સ નહોતું. જે આ સમયગાળા દરમિયાન થયેલા કુલ 77 હજારથી વધુ અકસ્માતના 8% છે.

કુલ મોતમાં 47% ડ્રાઈવરના મૃત્યુ નોંધાયા
ડ્રાઇવર 9,289
પેસેન્જર 7,076

રાહદારી 3096
સાઇલિસ્ટ 248

Tags :
deathgujaratgujarat newsRoad ACcident
Advertisement
Next Article
Advertisement