સૌરાષ્ટ્રમાં ખૂલશે નવી 20થી વધુ ખાનગી કોલેજો : યુનિ.ની લીલીઝંડી
વિદ્યાર્થીઓ પર ઝિંકાયો 10 ટકાનો ફિ વધારો : ફાયનાન્સ, બોર્ડ ઓફ ડિન્સ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની ભલામણોને વિરોધ વગર મંજૂરી
સૌરાષ્ટ્રમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘુ થતું જાય છે. સરકારી સંસ્થાનો ઘટતા જાય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 20થી વધારે ખાનગી કોલેજોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. અને ફિમાં 10 ટકાનો વધારો કર્યો છે. ગુણવતાસભર શિક્ષણના હવાલા વચ્ચે છાત્રો પર વધારાનો બોઝ ઝિંકાયો છે.
તા. 12 માર્ચના મળેલ ફાયનાન્સ સમિતિની ભલામણો મંજૂર કરવામાં આવી. એટ્લે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ રૂૂ. 201 કરોડનું બજેટ વિના વિવાદે મંજૂર કરમાં આવ્યું. જેમાં 29 ભવનોમાં ફાળવવામાં આવેલા બજેટમાં મોટી અસમાનતા સામે આવી હતી. એક વિદ્યાર્થી પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરવામા આવતો હોવા છતા મોટાભાગનાં ભવનમાં ભવન અધ્યક્ષોની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે અને દિન પ્રતિદિન આ સંખ્યા ઘટતી જાય છે. જ્યારે તા. 28 જાન્યુઆરી, 2025ના મળેલી બોર્ડ ઓફ ડીન્સની સભાની ભલામણો મંજૂર કરવામાં આવી. એટ્લે કે યુનિવર્સિટી સંલગ્ન નવી ખાનગી કોલેજોને પણ વિના વિવાદે મંજૂર કરવામા આવેલો છે.
આ ઉપરાંત 62 વર્ષની વય નિવૃત્તિ બાદ સત્રાંત નિવૃત્તિના સમયગાળા દરમ્યાન ફેકલ્ટી ભવન અધ્યક્ષનો હવાલો સંભાળી નહી શકે તે મુજબ નીતિ નિયત કરવામાં આવી. જ્યારે તા. 17 માર્ચ, 2025ના રોજ મળેલ બિલ્ડીંગ એન્ડ વર્કસ કમિટીની સભાની ભલામણો મંજૂર કરવામાં આવી. આ સાથે જ વિવિધ વિદ્યાશાખા અંતર્ગતની જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓમાં નિયુક્ત સભ્યોની મુદ્દત 2.5 વર્ષ નિયત કરવામાં આવી છે. આ સાથે જ તા. 21 માર્ચ, 2025ના રોજ મળેલ એક્ઝિક્યુટીવ કાઉન્સિલની ભલામણો મંજૂર કરવામાં આવી હતી.
ડીગ્રી કક્ષા સિવાયના આગળના વર્ષોની સેમેસ્ટર પરીક્ષાઓનં મૂલ્યાંકન જિલ્લા કક્ષાએ કરવામાં આવે તે મુજબની નીતિ નિયત કરવામાં આવી. એટ્લે કે ડિગ્રી કક્ષાના છેલ્લા 2 સેમેસ્ટર કે, છેલ્લાં વર્ષની ઉત્તરવહીની ચકાસણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટર ખાતે થશે. જ્યારે બાકીના તમામ સેમેસ્ટરની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી જિલ્લા કક્ષાએ અથવા અનુદાનિત કોલેજોમાં કરવામાં આવશે. જેનાથી જિલ્લા કક્ષાએ અધ્યાપકોને બોલાવવા નહીં પડે અને ટીએ-ડીએ મંજૂર કરવું નહીં પડે.
જ્યારે પરીક્ષા વિભાગના ઓએસડી નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, પરીક્ષા સંબંધિત વિવિધ સેવાઓના ચાર્જમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી સરેરાશ 10% વધારાની બાબત મંજૂર કરવામાં આવી. એટ્લે કે પરીક્ષા ફીમાં વધારો થશે. આ સાથે જ ટ્રાન્સક્રીપ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની ફીમાં વધારો કરવામા આવશે. જોકે આ ફી વધારો વર્ષ 2006 બાદ એટ્લે કે 19 વર્ષ બાદ કરવામા આવ્યો છે. જ્યારે હેડશીપ બાય રોટેશન અંગે નિયુક્ત કરવામાં આવેલ સમિતિના અહેવાલ પરત્વે અમલીકરણની સત્તા કુલપતિને આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ભરત રામાનુજ આજે નિવૃત્ત થતાની સાથે જ તેમને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવેલા છે અને તેમનો ચાર્જ ડો. એમ. એસ. મોલિયાને આપવામા આવેલો છે. આજથી તેઓ અઘ્યક્ષ પદનો ચાર્જ સંભાળ્યો છે.
ડેપ્યુટી-આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે અરજી મંગાવાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રારની 1 જગ્યા અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 1 જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન ઉમેદવારી કરવાની પ્રક્રિયા શરૂૂ થઇ ગઈ છે. ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટhttps://www.saurashtra પર અરજી કરી શકશે. ડેપ્યુટી રજિસ્ટ્રારની ભરતી માટેની જરૂૂરી લાયકાતમાં ઉમેદવારે માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ અને એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 9 વર્ષનો અનુભવ હોવો જરૂૂરી છે. અથવા સહાયક રજિસ્ટ્રાર તરીકે અથવા સમકક્ષ પોસ્ટમાં 5 વર્ષનો વહીવટી અનુભવ માંગ્યો છે. વયમર્યાદા 42 વર્ષ રાખવામાં આવી છે. તેમજ કમ્પ્યુટર એપ્લિકેશન્સનું બેઝિક જ્ઞાન હોવું જરૂૂરી હોવાનું જણાવાયું છે. ડે. રજિસ્ટ્રારનું પગાર ધોરણ 67,700-2,08,700 હોવાનું જણાવ્યું છે. એવી જ રીતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 01 જગ્યા માટેની ભરતીમાં જરૂૂરી લાયકાત માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% સાથે પાસ હોવા જરૂૂરી છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂૂરી હોવાનું જણાવાયું છે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની ભરતીમાં ઉમર મર્યાદા 42 વર્ષની રાખી છે અને પગાર ધોરણ 53-100-1,67,800 હોવાનું દર્શાવાયું છે. ઉમેદવારો આગામી તારીખ 16 એપ્રિલ સુધી અરજી કરી શકશે.
ડો. સંજય પંડ્યા બાઈજ્જત નિર્દોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા સામે 5 વિદ્યાર્થિનીઓએ કરેલી ફરિયાદ મામલે કાર્યકારી કુલસચિવ ડો. રમેશ પરમારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ડો. સંજય પંડ્યા સામે 5 વિદ્યાર્થિનીઓએ કરેલી ફરિયાદ સંદર્ભે લેખિત ફરિયાદ કરનાર બહેનોના નામ સિવાય તેઓના રહેઠાણ, સંપર્ક નંબર, અભ્યાસનું સ્થળ જેવી કોઈપણ બાબતનો ઉલ્લેખ નથી તેમજ એક જ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવી હોય તેવું જણાય છે. જે બહેનોએ ફરિયાદ કરી છે તેવા એકપણ બહેનો વર્ષ-2016 પછી ભવનના રેકર્ડ પર નોંધાયેલા નથી. ફરિયાદ ખોટા નામોથી તેમજ આક્ષેપો ખોટા અને બનાવટી જણાય છે. ફરિયાદમાં કોઈ તથ્યાત્મક હકીકત જણાય આવતી નથી. ડો. પંડ્યાના લેખિત નિવેદન મુજબ પરીક્ષા મૂલ્યાંકનમાં વિદ્યાર્થિની ઓળખ સ્પષ્ટ ન થઈ શકે તેમજ દર્શાવેલ તમામ બાબતો ખોટી, અતાર્કિક અને બદઈરાદાથી લખાયેલ છે.