15થી વધુ ના. મામલતદારોની જગ્યા પ્રમોશન આપી ભરાશે
04:58 PM Mar 11, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ શહેર અને જિલ્લામાં 15થી વધુ નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી છે ત્યારે પ્રમોશન આપીને આ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ ના 34 જેટલા રેવન્યુ ક્લાર્ક અને તલાટી મંત્રીના સી.આર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને એક અઠવાડિયાની અંદર આ રિપોર્ટ આપવા માંગે જાણ કરવામાં આવી છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 34 જેટલા રેવન્યુ ક્લાર્ક અને તલાટી મંત્રીના સી.આર રિપોર્ટ આપવા માટેની જણાવવામાં આવ્યું છે જેને લઇ પ્રાંત અધિકારી દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ કલેકટરને રિપોર્ટ સોપિયા બાદ કલેક્ટર દ્વારા રાજ્યના મહેસુલ વિભાગના રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા પ્રમોશન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે