For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકાર

05:23 PM Jul 05, 2025 IST | Bhumika
બરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકાર

બરોડા મેડિકલ કોલેજના તબીબોને ડેન્ગ્યુ થયો છે અને 15થી વધુ તબીબોને ડેન્ગ્યુ થયો હોવાની વાત સામે આવી છે, કોલેજમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેવું તબીબોનું કહેવું છે, બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા ફોગિંગ દવા છાંટવાની કામગીરી કરાઈ શરૂ.

Advertisement

ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયેલા 10થી વધુ રેસિડન્ટ ડોકટર્સને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે કેટલાક રેસિડન્ટ ડોકટરે વતનની વાટ પકડી હોવાનું જાણવા મળે છે. જયારે ડેન્ગ્યુના વધતા કહેરના પગલે ગુરૂૂવારે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી કરાઈ હતી. મેડિકલ કોલેજની હોસ્ટેલ સહિતના વિસ્તારમાં ફોગિંગ અને ખાડામાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં ક

પડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડોક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement