જામજોધપુર નજીક યુટીલિટી જીપ પલટી મારી જતાં 10થી વધુ વ્યક્તિ ઘાયલ
જામજોધપુર તાલુકાના સતાપર નજીક આજે સવારે એક યૂટીલીટી જીપ પલ્ટી મારી જતાં અંદર સવાર 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જે તમામને સારવાર માટે જામજોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,જે ઈજાગ્રસ્તોમાં મહીલાઓનો પણ સમાવેશ છે.
આજે સવારે વાંસજાળીયાનો એક પરીવાર શ્રીમંત પ્રસંગે જતો હતો, તે વેળાએ સતાપર અને ખાગસરી વચ્ચે જીપ પલ્ટી મારી જતાં મહીલાઓ સહિત કુલ 10થી વધુ વ્યક્તિને ઇંજા થઈ હતી, સદનસીબે જાનહાની ટળી હતી.
આ અકસ્માત થતાં આજુબાજુના વાડીમાં કામ કરતા લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા, અને તમામ ઇજાગ્રસ્તો ને 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામજોધપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત વેળાએ સ્થાનિક ડો. જાદવ તાત્કાલીક અકરમાત સ્થળે પહોંથી ગયા હતાં અને ઈજાગ્રસ્તોને સારવાર કરવામાં આવી હતી. વાંસજાળીયાનો એક પરીવાર શ્રીમંતના પ્રસંગે જવા માટે વહેલી સવારે વાંસજાળીયાથી નિકળ્યો હતો, સતાપર થઈને ખાગસરી પહોંચતાં રસ્તામાં યૂટીલીટી એકાએક પલ્ટી મારી જતાં યૂટીલીટીમાં મહીલાઓ સહીત 10થી વધુ લોકો સવાર હતા, જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.