બસપોર્ટની પાછળ કુંજ ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ મોરબીના યુવાનનો આપઘાત
રાજકોટમાં એસ.ટી બસ સ્ટેન્ડ સામે કુંજ ગેસ્ટ હાઉસમાં મોરબીના યુવાને ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી. યુવાન ગઈ તા.2 ના ઘરેથી નીકળી ગયો હતો અને ગઈકાલ બપોર બાદ અહીં આ પગલું કરી લીધું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડની સામે કુંજ ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 201 માં હાર્દિક રાજેશભાઈ કંસારા (ઉ.વ 24 રહે. રોટરીનગર સેવા સદન સામે, મોરબી) નામના યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. લાંબો સમય થયો યુવાને દરવાજો ન ખોલતા ગેસ્ટ હાઉસના સ્ટાફને શંકા જવા ઉપર આવેલી બારીમાંથી જોતા યુવાન લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી 108 ના સ્ટાફે અહીં આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આપઘાતના આ બનાવો અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, યુવાન બે બહેનનો એકનો એક ભાઈ હતો. પરિવારમાં નાનો હતો અને મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દોઢેક વર્ષ પૂર્વે યુવાનને અકસ્માત થયા બાદ તેની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી તેમજ તે દારૂૂ પીવાની લતે પણ ચડી ગયો હતો જે મામલે ઘરમાં તેને ઝઘડાઓ થતા હતા થોડા સમય પૂર્વે તેના પિતાએ પુત્ર અમારા કહ્યામાં નથી તેવી નોટિસ પણ છપાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગત તા. 4 ના યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં તે અહીં રાજકોટ આવ્યો હતો અને ગેસ્ટ હાઉસમાં રૂૂમ રાખ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોર બાદ તેણે આ પગલું ભરી લીધું હતું.યુવાનની બહેનના એક મહિના બાદ લગ્ન થવાના હોય તે પૂર્વે જ યુવાને આ પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
-