મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
05:02 PM Nov 18, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું મોત નિપજયું હતું. આ મામલે પોલીસે અકસ્માત સજીર્ર્ ભાગી ગયેલા કારના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના આર્યનગર-4માં હેતા વિકી ઉર્ફે વિકાસ નરેશભાઇ ચંદ્રવાણી (ઉ.વ.33) નામનો યુવાન ગઇ તા.15/11ના રોજ પોતાની કાર લઇ લજાઇ ગામથી વિરપર તરફ જતો હતો ત્યો ગાડીનું ટાયર ફાટતા તેઓ ગાડીનું ટાયર બદલતા હતા ત્યારે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા તેમને ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા ત્યાં તેઓનું સારવારમાં મોત નિપજયું હતું. વિકી ઉર્ફે વિકાસ ફ્રુટનો ધંધો કરતો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને પોતે એક ભાઇ એક બહેનમાં મોટા હતા.
Next Article
Advertisement