For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી ઝૂલતો પુલ કેસ ડે બાય ડે ચલાવવા તૈયાર, ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે: સરકારી વકીલ

11:34 AM Aug 07, 2024 IST | Bhumika
મોરબી ઝૂલતો પુલ કેસ ડે બાય ડે ચલાવવા તૈયાર  ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે  સરકારી વકીલ
Advertisement

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના તમામ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધી છે જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે દરમિયાન પીડિત પરિવારો દ્વારા બનાવેલ વિકટીમ એસો દ્વારા અલગ અલગ અરજી કરવામાં આવી છે જે મામલે આજે જીલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂૂરી માહિતી આપી હતી.

જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે જીલ્લા સરકારી વકીલ વિજય જાનીને સ્પે.પીપી તરીકે નિમણુક આપવામાં આવી હતી દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જયારે 100 થી વધુ ઘાયલ થયા હતા જેની તપાસ પૂર્ણ કરી પોલીસે તા. 23-01-23 ના રોજ ચાર્જશીટ રજુ કરી હતી જેમાં 367 જેટલા સાક્ષી છે જે દુર્ઘટનામાં પીડિત પરિવારોએ ટ્રેજેડી વિકટીમ એસોની રચના કરી છે જેના 2 ભાગ છે જેમાં 15 પીડિતો વતી રાજકોટના વકીલ અને બાકીના બે વકીલ રાખવામાં આવેલ છે જે હાઈકોર્ટમાંથી આવે છે ભોગ બનનારના વકીલે અરજી કરી રી-ઇન્વેસ્ટીગેશનની માંગ અને 302 ની કલમનો ઉમેરો કરવાની માંગ કરી હતી.

Advertisement

ભોગ બનનારના વકીલે 20-05-23 ના રોજ 304 મુજબ ગુનો નોંધાયો છે તેમાં 302 નો ઉમેરો કરવા માંગ કરી હતી જે અંગે પોલીસ અને વકીલે જવાબો ફાઈલ કર્યા છે હિયરીંગમાં પીડિત પરિવારના વકીલ દલીલો કરે છે જેમાં ચાલુ હિયરીંગ સુધારાવાળી અરજી કોર્ટ રદ કરે છે અને એ ચુકાદો હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે જે હાલ વિચારણા હેઠળ છે મૂળ અરજી 302 નો ઉમેરો કરવા અરજી કરી જેના જે તે વખતે જવાબ ફાઈલ કર્યા જ્યાં સુધી અરજી નિકાલ નહિ થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહિ થાય અને કેસ આગળ નહિ ચાલે. અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા 47 મુદતો અત્યાર સુધી પડી છે જેમાં વિકટીમ એસોના વકીલ 2-3 વખત હાજર રહ્યા છે તે અરજીઓનું પ્રથમ હિયરીંગ થશે.

પ્રથમ અરજી બાદ અન્ય 2 અરજી 302 ઉમેરો કરવો કે કેમ તેનું હિયરીંગ થાય ત્યારે ભોગ બનનારને સાંભળો અને બીજી અરજીમાં આરોપીને નહિ સાંભળવાની માંગ હતી જેમાં કોર્ટે ભોગ બનનાર સાંભળવા અરજી સ્વીકારી છે તો આરોપીને નહિ સાંભળવા તેવી અરજી રદ કરી છે સરકારી વકીલ તરીકે તેઓએ દરેક મુદતમાં હાજર રહીને દરેક સ્ટેજ પૂર્ણ કર્યા છે ટ્રેજેડી વિકટીમ એસો સાથે લાગણી છે અને તેમને ન્યાય મળે અને તેમને પૂરી મદદ કરવાની માનસિક તૈયારી દર્શાવી છે સરકાર કે પ્રોસીક્યુશન તરફથી કોઈ બાબતે ડીલે કરવામાં આવ્યું નથી કેસ ઝડપથી ડે બાય ડે ચાલે તેના માટે સરકાર કટિબદ્ધ છે આવી ઘટનાને કેટલાક લોકો ખોટી રીતે હાઈલાઈટ કરી રહ્યા છે ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે અને પીડિત પરિવારોને ન્યાય મળશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement