ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં બાળકને માર મારનાર મોરબીના પીએસઆઈનો એક વર્ષનો ઈજાફો અટકાવાયો

11:54 AM Mar 08, 2025 IST | Bhumika
Advertisement

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે યોજાયેલા પોલીસ રિહર્સલ દરમિયાન એક નેપાળી પરિવારનો બાળક સાયકલ ચલાવી ભુલથી રિહર્સલના કોન્વેમાં વચ્ચે આવી જતાં મોરબીથી સુરત બંદોબસ્તમાં ગયેલા પીએસઆઈ બી.કે. ગઢવીએ આ બાળક સાથે આરોપી જેવું વર્તન કરી તેના વાળ ખેંચી મુક્કા માર્યા હતાં. આ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડિંગ થયા બાદ વાયરલ થતા આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં સુરત પોલીસ વિભાગના સ્પેશિયલ શાખાના એસીપી હેઠળ પટેલને તપાસ સોંપ્યા બાદ આ અંગે જવાબદાર મોરબીના પીએસઆઈ બી.કે. ગઢવીને ગંભીર કસુર બદલ તેની સામે સખત પગલા લેવા અને પગારનો 1 વર્ષનો ઈજાફો અટકાવવા મોરબી એસપીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

Advertisement

વડાપ્રધાનના આગમન પૂર્વે ગુરુવારે પોલીસ રિહર્સલ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર બી.એલ. ગઢવીની સુરતથી મોરબી પરત મોકલી દેવાયા હતા અને તેમનો પગાર વધારો એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. પોલીસકર્મી દ્વારા છોકરાના ચહેરા પર મુક્કો મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં આ સબ-ઈન્સપેક્ટર વિરૂૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
5ીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે સુરત પોલીસ વિભાગના અધિકારીઓ કાફલાના રૂૂટનું રિહર્સલ કરી રહ્યા હતા. ગુરુવારે સાંજે રિહર્સલ દરમિયાન, જ્યારે એક કાફલો લિંબાયત મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે સાયકલ ચલાવતા છોકરાને જોયો હતો. કાફલાએ તેની મુસાફરી ચાલુ રાખી પરંતુ મુખ્ય માર્ગ પર તૈનાત પીએસઆઈ વી.કે. ગઢવીએ છોકરાને પકડી લીધો અને બાદમાં તેને માર માર્યો હતો.

સુરત પોલીસ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર અનિતા વાનાણીએ જણાવ્યું હતું કે પોલીસકર્મીની ફરજ પીએમ સુરક્ષા બંદોબસ્તથી હટાવીને સુરત પોલીસ કંટ્રોલ રૂૂમમાં કરવામાં આવી છે.બાદમાં સ્પેશિયલ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલ પટેલે એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું હતું કે પીએસઆઈ બીએલ ગઢવીને મોરબી મોકલવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું, આવું વર્તન સહન કરી શકાય નહીં અને અમે મોરબીના પોલીસ અધિક્ષકને પત્ર લખીને પીએસઆઈ ગઢવીનો 1 વર્ષનો પગાર વધારો રોકવાની વિનંતી કરી છે.

Tags :
gujaratgujarat newsMorbi PSIsuratsurat newsSurat police
Advertisement
Next Article
Advertisement