મોરબી મહાપાલિકા ફરી એકશન મોડમાં, ગેરકાયદે બાંધકામો તોડાયા
01:20 PM Sep 13, 2025 IST
|
Bhumika
Advertisement
મેઘરાજાએ વિરામ લેતા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉ નિયમિત કરવામાં આવતી ડીમોલીશન કામગીરી ચોમાસાને પગલે સ્થગિત જોવા મળતી હતી જોકે હવે વરસાદે વિરામ લેતા આજે મહાપાલિકા તંત્ર દ્વારા ડીમોલીશન કામગીરી શરુ કરવામાં આવી હતી બાયપાસ પાસે બે સોસાયટી વચ્ચે રસ્તા પર કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
Advertisement
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે બાયપાસ રોડ પર આવેલ ગોકુલનગર અને લાયન્સનગર સોસાયટીમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી બંને સોસાયટી વચ્ચે રસ્તા પર કરવામાં આવેલ વોકળા પરના દબાણો દુર કર્યા હતા 10 થી વધુ ઓરડીઓ સહિતના બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું..
Next Article
Advertisement