મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક કાલે યોજાશે
મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની નવેમ્બર 2025 અને ડીસેમ્બર 2025 ની બેઠક તા. 05 ને શુક્રવારે સભા ખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરા, રેલ્વે સ્ટેશન મોરબી ખાતે યોજાશે
સંકલન સમિતિની બેઠકમાં નિયત એજન્ડા સમીક્ષા કરવામાં આવશે જેથી સંકલન સભ્યો/પદાધિકારીઓ અને અધિકારીઓએ સમયસર બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે મહાપાલિકાના તમામ શાખા અધ્યક્ષોને બેઠકમાં સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવું અને અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનીસીપલ કમિશ્નરની અગાઉ અનુમતી મેળવ્યા બાદ જ પ્રતિનિધિને મોકલવા અન્યથા જાતે હાજર રહેવું.
એજન્ડાની વાત કરીએ તો બેઠકમાં કચેરીમાં કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતની 15 માં નાણા પાંચની ગ્રાન્ટ રકમ જીલ્લા પંચાયત મોરબી કચેરી હસ્તક કરવા કરેલ કાર્યવાહી અહેવાલ, ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વ ભંડોળ બચતની રકમની મર્યાદામાં નક્કી કરેલ કામોની વિગત તથા તેનો પ્રગતિ અહેવાલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્વરૂૂપે રજુ કરવો, જન ભાગીદારીના કામો માટે દર્શાવેલ પૈકી 5 સોસાયટીમાં જરૂૂરી સાધનિક કાગળો પૂર્તતા થઇ ગયેલ હોય તેવા કામોની સરકારમ કરેલ દરખાસ્તની વિગતો તેમજ બાકી જન ભાગીદારીના કામોમાં પૂર્તતા માટે કરેલ કાર્યવાહીનો પ્રગતિ અહેવાલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્વરૂૂપે રજુ કરવો, ગ્રામ્ય વિસ્તાર (ક્લસ્ટર) માં અગાઉ જે મિલકતો વેરા વસુલાત બાકી હોય તેવા વેરા વસુલાતના દરો તેમજ ગ્રામ્ય વિસ્તારની નવી આકારણી નોંધના કિસ્સામાં નવરચિત અન્ય મહાપાલિકામાં આવા કિસ્સાઓમાં કરવામાં આવતી કાર્યવાહીની વિગતો રજુ કરવી.
