મોરબી મહાનગરપાલિકાનું 783 કરોડનું પ્રથમ બજેટ
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મનપાનું પ્રથમ બજેટ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું મોરબી મનપાનું 783 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં અનેકવિધ વિકાસકાર્યોની જોગવાઈ કરવામાં આવી છે.મોરબી મનપાનું કુલ 783 કરોડનું બજેટ રજુ કરાયું છે જેમાં આવકનો સ્ત્રોતમાં 711.77 કરોડ મૂડી આવક, 71.25 કરોડ મહેસુલી આવક અને 50.22 કરોડ અનામત આવક દર્શાવવામાં આવી છે અને ખર્ચ ક્યાં ક્યાં થશે તેમાં બાંધકામ શાખા, રસ્તા, નાલા, તેમજ ફૂટપાથ માટે 36,251.2 લાખ, અગ્નિશમન શાખા માટે 6300 લાખ, આઈટી ડીપાર્ટમેન્ટમાં 2575 લાખ, વોટર વર્કસ શાખા માટે 1000 લાખ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફીસ 1000 લાખ, રોશની શાખા માટે 315 લાખ, વર્કશોપ શાખામાં 210 લાખ અને અન્ય 29.5 લાખનો ખર્ચ એમ કુલ મૂડી ખર્ચ 69035.4 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.
જયારે મહેસુલી ખર્ચમાં ખાસ ક્ધઝ્વર્ન્સીમાં 1154 લાખ, સ્ટાફ અન્ય ખર્ચ 825 લાખ, ચૂંટણી શાખામાં 501 લાખ, જી.એ.ડી.માં 475.75 લાખ, જનરલ ક્ધઝવર્ન્સીમાં 456 લાખ, વર્કશોપમાં 374 લાખ, ડ્રેનેજ માટે 341 લાખ, અન્ય 288 લાખ, બાધકામમાં 263 લાખ, જાહેર બગીચા માટે 172 લાખ, વેરા વસુલાત માટે 135 લાખ, અગ્નિશમન શાખા માટે 125 લાખ, લોન ચાર્જીસ માટે 120 લાખ, સુરક્ષા શાખા માટે 101 લાખ, કમિશ્નર વિભાગ માટે 77 લાખ અને રોશની શાખા માટે 36.85 લાખ સહીત કુલ મહેસુલી ખર્ચ 7317.2 લાખનો દર્શાવવામાં આવ્યો છે
બજેટમાં મુખ્ય યોજનાઓ
મોરબીના ઉમિયા સર્કલ નવો બ્રિજ બનશે
મુખ્ય કચેરી તથા 2 ઝોન ઓફીસ બાંધકામ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ ઓફીસ બાંધકામ
સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ બનશે
હયાત 24 સર્કલના બ્યુટીફીકેશનનું
મચ્છુ નદીમાં ડાઉનસ્ટ્રીમ બ્રીજ તેમજ 2 નવા અપસ્ટ્રીમ બ્રિજના કામ
મોરબી મહાપાલિકા રીંગ રોડનું કામ જોગવાઈ