મોરબી હોનારત દિવસ અંતર્ગત મનપા દ્વારા શોકયાત્રા યોજાશે
11 ઓગસ્ટ 1979 ના ગોઝારા દિવસને 46 વર્ષ વીતી ગયા છે છતાં મોરબીવાસીઓ એ દિવસને આજે પણ ભૂલી શક્યા નથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટતા સર્જાયેલી તારાજીથી આજે પણ આંખો આંસુથી છલકાઈ જાય છે દર વર્ષે મૃતકોની સ્મૃતિમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ તા. 11 ના રોજ મહાનગરપાલિકા દ્વારા શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તા. 11 ઓગસ્ટના રોજ બપોરે 3 : 30 કલાકે મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે શોક યાત્રા બપોરે 3 : 30 કલાકે શોક યાત્રા મહાનગરપાલિકા ગ્રાઉન્ડથી શરુ થશે જે ગાંધી ચોક, શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને મણીમંદિર ખાતે બનેલા સ્મૃતિ સ્તંભ ખાતે પૂર્ણ કરવામાં આવશે શોક યાત્રામાં મોરબીના નાગરિકો, સામાજિક આગેવાનો, કલેકટર, ધારાસભ્ય અને સંસદ સભ્યો જોડાશે યાત્રા દરમિયાન મૌન જાળવવામાં આવશે અને સ્મૃતિ સ્તંભ ખાતે દિવંગતોને ફૂલહાર કરી આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવશે