મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન...!
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું હતું પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીમાં વ્હાલા દવલા નીતિ અપનાવવામાં આવી હતી જેને કારણે પ્રજાએ પોતાનો રોજ ખ્યાલ આવ્યો હતો અને સતોશિયલ મીડિયામાં અલગ અલગ નગરપાલિકાની ઠેકડી ઉતારતી પોસ્ટો વાયરલ થઈ હતી.
મોરબી મહાનગરપાલિકાએ કમિશનરની આ આગેવાની હેઠળ અમુક દુકાનોના ઓટલા અને છાપરા તોડી પાડયા હતા જે દબાણ રુપ હતા અને ટ્રાફિકમાં અડચણરૂૂપ થતા હતા.
મહાનગરપાલિકા થતા જ દબાણો દૂર થશે એ તો આશા રાખી જ રહી હતી કેમ કે શહેરમાં વધી ગયા દબાણો દૂર થાય તો જ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે તેમ છે પરંતુ મહા નગરપાલિકાએ જે વ્હાલા દવલાની નીતિ અપનાવીને દબાણ ઓટા હટાવ્યા છે તેના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ નાના ધંધાર્થીઓના ઓટા અને છાપરા મહાનગરપાલિકાએ હટાવ્યા પણ મોટા મલાના દબાણો છે તે જેમના તેમ રહેવા દીધા હતા.વર્ષો જૂનો સ્કાય મોલનું દબાણનો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે.આ દબાણ તેમનું તેમ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યું છે. સ્કાયમોલ બહાર જે પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દબાણ જ છે.આમ છતાં પણ આ દબાણ દૂર કરવામાં આવ્યું નથી કે પગથિયાં છે. તે પણ એક જાતનું દબાણ જ છે.
છતાં પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એવું પણ કહ્યું હતું કે સનાળા રોડ પર આવેલ અજંતા કંપનીના માલિકનો જે બંગલો છે એ પણ દબાણ જ છે અને આનો વિવાદ તો વર્ષોથી ચાલ્યો આવે છે આમ છતાં પણ તેઓ જે બહાર બગીચાના નામે ઝાડ ઉછેર્યા છે તે પણ એક ચર્ચા ચાલુ થઈ છે. સરકાર પણ તેમની સામે ટૂંકી પડતી હોય તો પછી કમિશનરની શું કેપેસિટી કે તેમનું દબાણ તેઓ હટાવી શકે ? સોશિયલ મીડિયામાં તેની સામે રોષ જોવા મળી રહ્યો છે એવી ચર્ચા ચાલુ થઈ છે કે શું નાના માણસોના દબાણ મહાનગર પાલિકાને નડે છે મોટા મલ્લાના દબાણ નથી નડતા? તેમને બધી છૂટ છે.!
મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરી છે કે શહેરના તમામ જે રોડ રસ્તા છે તેની ઉપર દબાણ છે તે દૂર કરવામાં આવશે હવે સનાળા રોડથી શરૂૂઆત કરી છે અને વિવાદ ઊભો થયો ત્યારે શું મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરી શકશે ? શહેરમાં જે ખરેખર સાચા જ દબાણ છે તે દૂર કરી શકશે ? કે પછી બસ નાના માણસોના દબાણ દૂર કરીને શાંતિ અનુભવે છે તેવી ચર્ચા હાલ શહેરમાં ચાલુ થઇ છે.