For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો

01:09 PM Jul 16, 2025 IST | Bhumika
ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો

રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા અને માખાવડ પાસેના કારખાનામાં ચોરી કરનાર મોરબીના શખ્સે પોલીસે ઝડપી લીધો છે. બે દિવસ પૂર્વે રિબડા નજીક એકજ રાતમા તસ્કરોએ કારખાનાની ઓરડીમા મજુરોને સુતા રાખી ચાંદીનાં દાગીનાં અને મોબાઇલની ચોરી કરી હતી.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટ - ગોંડલ હાઇવે પર રીબડા નજીક આવેલ જીઆઇડીસીમા તસ્કરે આતંક મચાવ્યો હતો. રીબડા જીઆઇડીસીનાં શિવ સ્ટીલ નામનાં કારખાનામા આવેલ ઓરડીનો પતરાનો દરવાજો તોડી અંદર ઘુસેલા તસ્કરે ઓરડીમા સુતેલા વિક્રમભાઇનાં રૂ. 12 હજારની કિંમતનાં ચાંદીનાં ઝાંઝર ઉપરાંત ગોરધનભાઇ ભુરીયાની 6 હજારની રોકડ તથા મહેશભાઇ ભુરીયાનો મોબાઇલ ઉપરાંત પુનમસિંગ પરમાર અને મુનાભાઇ દેહુદાનો મોબાઇલ ચોરી લીધો હતો આમ રોકડ અને મોબાઇલ સહીત રૂ. 34 હજારની મતા તસ્કરો ચોરી ગયા હતા 12 હજારનાં ચાંદીનાં દાગીનાં તથા છ હજારની રોકડ અને 3 મોબાઇલની ચોરી કરનાર શખ્સને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો.

મુળ ગોંડલના અને હાલ મોરબી નજીક માળીયા ફાટક પાસે કુળદેવી મંદિરની બાજુમાં રહેતાં હરસુખ ઉર્ફે પોપટ શંભુ વાઘેલાની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ મોબાઈલ અને રોકડ સહિત રૂા.22 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શંભુએ રીબડા પાસે શિવ સ્ટીલ નામના કારખાના ઉપરાંત લોધિકા નજીક માખાવડ ચોકડી પાસે નટરાજ પાઈપ કારખાનાની રેબર કોલોનીમાં પણ ચોરી કરી હતી. હરસુખ વિરૂધ્ધ રાજકોટનાં કોટડાસાંગાણી ઉપરાંત રાજકોટ શહેર, કેશોદ, માળીયાહાટીના, જાફરાબાદ સહિતના પોલીસ સ્ટેશનોમાં 14 ગુનો નોંધાયેલા છે. ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમાર સાથે પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા તથા સ્ટાફના રણજીતભાઈ ધાધલ, જયદીપભાઈ ધાધલ, ધર્મેન્દ્રસિંહ, રવિરાજસિંહ વાળા, પૃથ્વીસિંહ, ભરતભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement