રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો

12:24 PM Dec 24, 2024 IST | Bhumika
Advertisement

ઇન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી

Advertisement

ઇન્કમટેક્ષ વિભાગે 24 દિવસ પૂર્વે ગુજરાતમાં મોરબી,અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને હિંમતનગરમાં 34 સ્થળે દરોડા પાડીને 500 કરોડોના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા હતા. મૂળ મહેસાણાના ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત ગ્રુપની અમદાવાદ ખાતેની ઓફિસ અને સાઇટો મળીને કુલ 25 પ્રિમાઇસીસ પર અધિકારીઓએ કરેલી તપાસનો રેલો અન્ય બિલ્ડરો સુધી પણ પહોચ્યો છે. મોરબીની તીર્થક અને સોહમ મીલ પર ઇન્કમટેક્ષના દરોડા બાદ તપાસનું કનેક્શન બિલ્ડર ગ્રુપ સાથે હોવાની વિગતો પણ સામે આવી હતી.

મહેસાણાના મોટા ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની 36 પ્રિમાઇસીસ પર દરોડા બાદ આ ગ્રૂપ સાથે સંકળાયેલા વેપારીઓની મોરબી અને રાજકોટની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ અઠવાડિયા સુધી ચાલેલી તપાસમાં ઘણા બધા શંકાસ્પદ વ્યવહારોની વિગતો મળી હતી. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. ઘણા બિલ્ડરો, ઇન્વેસ્ટરો અને ભાગીદારોની વિગતો મળી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ વિગતોની સ્ક્રુટિની શરૂૂ કરવામાં આવી છે. જેમાં આ બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલા અમદાવાદના મોટા ગ્રૂપની કડીઓ મળી છે. હવે આ દિશામાં તપાસ કરાશે. આ પ્રકરણની તપાસમાં સીધું દિલ્હીથી દિશા નિર્દેશને આધારે આગળની તપાસ ચાલી રહી છે.

મોરબીમાં ઇન્કમટેક્ષ દરોડાની તપાસમાં મોટું રોકાણ મહેસાણાના બિલ્ડર ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતનું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે 150થી વધુ અધિકારીએ આ ગ્રૂપની અમદાવાદ ખાતેની 25 પ્રિમાઇસિસ સહિત મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિત કૂલ 36 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને તપાસ કરી હતી. તપાસમાં 500 કરોડના બિન હિસાબી વ્યવહારો,10 કરોડ રોકડા અને ઝવેરાત મળી આવી હતી. દરોડા પાદ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડિપાર્ટમેન્ટને અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપની વિગતો મળી છે કરોડાના વ્યવહારોની પણ વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીનગરના એક આંગડિયા મારફતે કરોડોના હવાલા વ્યવહારો
ઇન્કમટેક્ષની તપાસમાં આ બિલ્ડર ગ્રૂપ રોકડા રૂૂપિયા આંગડિયા પેઢી મારફતે ટ્રાન્સફર કરતા હતા. ગાંધીનગરની એક આંગડિયા પેઢીની જુદી જુદી બ્રાચમાં કરોડો રૂૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હોવાની વિગતો પણ ઇન્કમટેક્ષ વિભાગને ધ્યાને આવી હતી. જેને પગલે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ગાંધીનગરની એક આંગડિયા પેઢીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
buildergujaratgujarat newsmorbiMorbi Income Tax raidmorbi news
Advertisement
Next Article
Advertisement