મોરબી વન વિભાગના શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રદ
મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે.
આ કેસની હકીકત મુજબ નાયબ વન સંરક્ષક મોરબી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકાનેર વન વિભાગમા ફરજ બજાવતા જોરૂૂભા ટપુભા ધાંધલ દ્રારા દાખલ થયા તારીખથી કાયમી કરી અને કાયમી કામદારોને મળતા પગાર ધોરણ વગેરે તફાવત સાથે ચુકવવા તથા સરકારના દોલતભાઈ પરમારના કમીટીના તા. 17-10-88 ના ઠરાવના લાભ મેળવવા ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ રેફરન્સ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ.ગોગિયા દ્વારા અરજદારની માંગણી વિરૂૂધ્ધ લેખીત વાંધા જવાબ તેમજ પુરાવાઓ રજુ રાખી દલીલો કરી હતી કે, જંગલ ખાતાનો ઓદ્યોગિક વિવાદધારાની કલમ 2(જે) મુજબ ઉદ્યોગનો સમાવેશ થતો નથી તેમજ સરકારના તા. 17-10-88 ના ઠરાવ મુજબના લાભો મેળવવા હકકદાર થતા નથી ખરી હકીકતે શ્રમયોગી દૈનિક વેતન દર ઉપર રોજમદાર ઉપર કામગીરીએ રહ્યા હતા.
તેમજ શ્રમયોગીને કયારેય સળંગ 240 દિવસની કામગીરી થયેલ નથી તેવી જ રીતે ગુજરાત સરકાર વન અને પર્યાવરણ વિભાગના તા. 15-9-14 તથા તા. 4-6-16 થી વન અને પર્યાવરણ વિભાગના રોજમદારોને સુપ્રિમ કોર્ટના તા. 9-7-13 ના ચુકાદા મુજબ માર્ગ અને મકાન વિભાગના તા. 17-10-88 ના ઠરાવ મુજબ શ્રમયોગી તે શરતો મુજબની કોઈ લાયકાત ધરાવતા નથી જેથી શ્રમયોગીની કાયમી ગણી કાયમીના લાભો આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેવી રજૂઆતો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ઓદ્યોગિક ન્યાયપંચના ન્યાયાધીશ એમ.એ. ટેલરે અરજદાર શ્રમયોગીનો કેસ રદ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયા રોકાયા હતા.
