ચોમાસુ રિટર્ન: સૌરાષ્ટ્રમાં વરસાદ 100%ને પાર
24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ માંગરોળ-સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ ખાબકયો, કપરાડા-વેરાવળ-કોડીનાર-ઉના-અંકલેશ્ર્વર-ધરમપુરમાં 4 ઇંચથી વધુ પાણી પડ્યું
ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા ચોમાસુ રિટર્ન થયુ હોય તેમ સાતમા નોરતે રાજયનાં 232 તાલુકામા અડધાથી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામા અને માંગરોળ સુત્રાપાડામા 8 ઇંચ પાણી વરસી ગયુ હતુ.
જયારે કપરાડા, વેરાવળ, માંગરોળ, કોડીનાર, ઉના, અંકલેશ્ર્વર સહીતનાં તાલુકાઓમા ભારે વરસાદ વરસ્યાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. ગઇકાલનાં વરસાદનાં પગલે સૌરાષ્ટ્રમા સરેરાશ વરસાદ 102 ટકા થઇ ગયો છે અને ગુજરાતનો વરસાદ 115 ટકાએ પહોંચ્યો હોવાનુ જાણવા મળેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર સાંજથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં નવરાત્રિ દરમ્યાન જ વરસાદની એન્ટ્રી થતાં ખેલૈયાઓની મજા બગડી છે અને નવરાત્રિના આયોજનોમાં પર વિક્ષેપ પડ્યો છે.
આ સાથે જ આજથી શરૂૂ થયેલ પાછોતરા વરસાદના કારણે કપાસ, મગફળી, કઠોળ, શાકભાજી સહિતના તૈયાર થયેલા ચોમાસું પાકને પણ નુકસાની પહોંચવાની ભિતિ સેવાઇ રહી છે, જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી હોવાથી નવરાત્રીનાં બાકીનાં દિવસોનાં ગરબા મેઘરાજા ધોઇ નાખશે તેવુ ચિત્ર જોવા મળી રહયુ છે.
રાજયનાં 232 તાલુકામા ગઇકાલે અડધાથી 8 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. તેમા સૌથી વધુ સૌરાષ્ટ્રમા ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા ખાતે 8 ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ. તેમજ કપરાડા પ ઇંચ, ઉંબેરગામ, પાટણ, માંગરોળ, કોડીનાર, ઉના, અંકલેશ્ર્વર, ધરમપુર, ડેડીયાપાડા, વિસાવદરમા 4 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તેમજ કલ્યાણપુર, ખંભાળીયા, પારડી, વાપી, વલસાડ, બાબરા, બગસરા , ભરુચ, ગીરગઢડામા 3ાા ઇંચ અને કેશોદ, અમરેલી, મહુવા, ભેંસાણ , વંથલી, નડીયાદ, જુનાગઢમા રાા ઇંચ તથા ધારી, માંગરોળ, જામનગર, રાજુલા, મેંદરડા, જાફરાબાદ, શિહોર , માણાવદરમા ર ઇંચથી વધુ પાણી વરસી ગયાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૌરાષ્ટ્રમા મોટાભાગનાં તાલુકાઓમા ગઇકાલે અડધાથી 8 ઇંચ વરસાદ વરસી જતા સિઝનનો વરસાદ 102 ટકા થઇ ગયો છે. ગઇકાલે સમી સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહેતા પરંપરાગત ગરબી તેમજ અર્વાચીન રાસ ગરબા સહીતનાં આયોજકોમા દોડધામ મચી જવા પામી હતી. અને મોટાભાગની ગરબી સહીતનાં આયોજનો બંધ રખાતા ખેલૈયાઓમા નિરાશા વ્યાપી ગઇ હતી. જેની સામે અનેક સ્થળોએ ચાલુ વરસાદે ખેલૈયાઓ રમ્યા હતા. અને વરસાદની અસર આ ખેલૈયાઓ પર જોવા મળી ન હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા ગરમીભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રવિવારે સાંજથી વરસાદી વાતાવરણ છવાયું હતું. આ વચ્ચે ગતરાત્રીના આશરે અગિયાર વાગ્યાથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂૂ થયો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રાત્રિના શરૂૂ થયેલા વરસાદે ગાજવીજ અને પવન સાથે વેગ પકડ્યો હતો અને ચડતા પહોર સુધીમાં સાડા ત્રણ ઈંચ (89 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. ભારે વરસાદના પગલે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નગરજનો સફાળા જાગી ગયા હતા.
આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ ગતરાત્રિના ધોધમાર સાડા ત્રણ ઈંચ તેમજ આજે પણ વહેલી સવારે અડધો ઈંચ મળીને કુલ ચાર ઈંચ (101 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે.
જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના ભારે ઝાપટા રૂૂપે સવા બે ઈંચ (58 મી.મી.) પાણી પડી ગયું હતું. ઉપરાંત દ્વારકા તાલુકામાં પણ નોંધપાત્ર સવા ઈંચ (33 મી.મી.) વરસાદ નોંધાયો છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 48 ઈંચ (1192 મી.મી.), દ્વારકા તાલુકામાં 34 શક્ષ (851 મી.મી.) ભાણવડ તાલુકામાં 32 ઈંચ (805 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં સાડા 25 ઈંચ (637 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 35 ઈંચ (871 મી.મી.) થવા પામ્યો છે.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી ત્રણ વરસાદ પડી ગયો છે. આજે સોમવારે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.
ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મહુવામાં ત્રણ ઇંચ, સિહોર, જેસરમાં બે ઇંચ , ભાવનગર શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે સુધીમાં શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેરો ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ દિવસભર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં અને જેસર પંથકમાં ભારે વરસાદથી કપાસ મગફળી ના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો અને ખેત મજૂરોને ભારે નુકસાની થવા પામી છે.
આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુરમાં 10, ઉમરાળા 18 ,ભાવનગર શહેર 41 ,ઘોઘા 31 ,સિહોર 51 ,ગારીયાધાર 35, પાલીતાણા 31 ,તળાજા 20 ,મહુવા 71 અને જેસરમાં 53 મી.મી. વરસાદ નોંધાયો છે.
દરિયામાં તોફાની કરંટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
હવામાન વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી પર ભારે પવન સાથે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે ત્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહીતનાં બંદરો પર 3 નંબરનાં સિગ્નલ લગાડવામા આવ્યા છે. અરબી સમુદ્રમા તોફાની કરંટ જોવા મળતા પ0 થી 60 કિમીની ઝડપે પવન ફુકાવાની શકયતા દર્શાવી માછીમારોને સમુદ્રમા નહીં જવા માટેની ચેતવણી આપવામા આવી છે.
આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ જારી કરેલ આગાહીના લીધે ખેલૈયાઓની મજા બગડી છે જ્યારે આયોજકોમાં નિરાશા પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં ધોધમાર વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 7.40 ઈંચ અને ઉમરગાંવ તાલુકામાં 5.60 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, અમદાવાદ સહિત રાજ્યના 22 તાલુકામાં સોમવારના રોજ ભારે વરસાદ પડશે. અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ - જારી કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, સોમવારના રોજ અમરેલી અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જારી કર્યું છે. એ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને બોટાદમાં અતિભારે જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂૂચ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે - વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.