For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા

01:40 PM Sep 25, 2025 IST | Bhumika
ભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી  રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા

ભાવનગર માં એક યુવકે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂૂપિયા ચુકવી આપ્યા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી.યુવક તેમજ તેમના દસ વર્ષિય દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરમાં રહેતા નરેશભાઈ જોરસંગભાઈ પોલેતર નવેક વર્ષ અગાઉ રાજપુત યુવા સંઘના અને નિવૃત વિસ્તરણ અધિકારી ભરતસંગ પ્રતાપસંગ ઉમટ (રહે. વૃંદાવન સોસાયટી ભાવનગર) વાળા પાસેથી સાતેક લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા. જેના નરેશભાઈએ કટકે કટકે રૂૂા. 23.50 લાખ રૂૂપિયા ચુકતે કર્યા હતા. જે બાદ રૂૂપિયાની સગવડ ન થતાં ભરતસંગ ઉમટે નરેશભાઈ પાસે સાત લાખ રૂૂપિયાની વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરી, નરેશભાઈ અને તેના દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા નરેશભાઈ નિલમબાગ પોલીસમાં ભરતસંગ વિરૂૂદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

આ મામલે નરેશભાઈના કહેવા મુજબ, નિલમબાગ પોલીસના અધિકારીએ સૌ પ્રથમ આરોપી વિરૂૂદ્ધ માત્ર અરજી લિધી હતી અને પોલીસ મથકે ફરિયાદ માટે ધક્કા
ખવરાવી આરોપી ભરતસંગનો સાથ આપ્યો હોય તેવું લાગતું હતું જેથી કંટાળી જઈ ભાવનગર જિલ્લા એસ.પી. નિતેશ પાંડેયને રજુઆત કરી હતી.

Advertisement

જે રજુઆતથી એસ.પી.એ. આરોપી વિરૂૂદ્ધ ફરિયાદ લેવા પોલીસને આદેશ કરાયો હતો છતાં પણ નિલમબાગ પોલીસે ફરિયાદ ન લેતા ગઇકાલે ફરી નરેશભાઈ એસ.પી. પાસે પહોંચ્યા હોવાની નિલમબાગ પોલીસને જાણ થતાં પોલીસે સામે ચાલીને વ્યાજખોર ભરતસંગ ઉમટ વિરૂૂદ્ધ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement