ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોમવારની ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન અજમેર સુધી જ દોડશે

11:51 AM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં તા. 8 ડિસેમ્બરના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. જ્યારે તા. 9 ડિસેમ્બરના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

Advertisement

ડાયવર્ટ કરેલા રૂૂટ પર દોડનારી ટ્રેનોમાં તા. 6 અને 9 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે. જ્યારે સોમવાર તા. 8 ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢનો સમાવેશ થાય છે.

Tags :
gujaratgujarat newsOkha-Jaipur Express traintrain
Advertisement
Next Article
Advertisement