For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદે મોના ખંધાર

01:11 PM Nov 22, 2024 IST | Bhumika
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદે મોના ખંધાર
Advertisement

ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ હવે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મોના ખંધાર ગુજરાતની 1996 બેચની ભારતીય વહીવટી સેવા (IPS) અધિકારી છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ, (IPS), મેનેજીંગ ડિરેકટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરને નિયુક્ત કરવામાં આવેલ હતાં. ગૃહ વિભાગ દ્વારા તેઓના તા.06/11/2024ના નોટીફીકેશન ક્રમાંક: IPS/102024/2257/ઇ થી હસમુખ પટેલ મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યું છે.

Advertisement

હવે હસમુખ પટેલ, (IPS), મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર થતાં, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ખાલી પડેલી જગ્યાનો તેમજ સભ્યની જગ્યાનો હવાલો મોના ખંધાર, (ઈંઅજ), અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement