રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેરમાં મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ પીરઝાદાનું નિધન

12:26 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

વાંકાનેરમાં સમસ્ત મોમીન સમાજના ધર્મગુરૂ અને પુર્વધારાસભ્ય ખુરશીદ હૈદર એ. પીરઝાદા (મીર સાહેબ)ને તા. 9ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તુરંત તેઓને શહેરની પીરમસાયબ સાર્વજનીક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મીર સાહેબ બાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં.

Advertisement

આ વાત વાયુવેગે પ્રસરતા વાંકાનેર તથા તાલુકાભરના તેમના અનુઆયીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને ધસી આવ્યા હતાં. આજરોજ તા. 10ને રવિવારના રોજ મીરૂમીયા બાવાની દરગાહ ખાતે આખરી દિદાર (દર્શનાથે) સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા અનુઆયીઓ હજારોની સંખ્યામાં પહોચ્યા હતાં આજે સવારે 10 વાગ્યે આખરી સફર માટે સીરૂમીયાબાવાની દરગાહ ખાતેથી ચંદ્રપુર ખાતે આવેલ પીરમોમીનશાહ બાવાની દરગાહ ખાતે લઈ ત્યાં જનાઝાની નમાઝ અદા કરવામાં આવી હતી જે નમાઝ અદા કરાવ્યા બાદ બપોરે એક વાગ્યે પરત મીરૂમીયા બાવાની દરગાહ (લક્ષ્મીપરા) ખાતે પહોંચેલ જ્યાં દફનવીધી કરવામાં આવેલ હતી.

જ્યારે વાંકાનેરના લોકોના હૈયામાં વસતા અને હજારો અનુયાયીઓના રાહબર એવા મીરસાહેબબાપુના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
આજે તા. 11ને સોમવારે મુસ્લીમ સમુદાય માટે બપોરે 2:30થી 4 દરમિયાન મીરૂમીયા બાવાની દરગાહ ખાતે ઝિયારત રાખવામાં આવેલ છે. તા. 12ને મંગળવારના રોજ સર્વે સમાજ માટે સાંજે 4થી 6 મીરૂમીયા બાવાની દરગાહના કંમ્પાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement