For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે મોદીનો મેગા શો, 182 વિસ્તારના 10 લાખ કાર્યકરોને સંબોધન

06:23 PM Feb 09, 2024 IST | Bhumika
કાલે મોદીનો મેગા શો  182 વિસ્તારના 10 લાખ કાર્યકરોને સંબોધન

ગુજરાતમાં લોકસભાની ચુંટણી જાહેર થાય તે પૂર્વે આવતીકાલ તા.10મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા કાર્યક્રમ ગોઠવાયો છે. 10મીએ રાજ્યની ધારાસભાની તમામ 182 બેઠક ઉપર પાંચ- પાંચ હજાર કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે અને કેટલાક કાર્યકરો સાથે સંવાદ પણ યોજશે.

Advertisement

આ કાર્યક્રમ માટે ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને દરેક બેઠકમાં ધારાસભ્યો તેમજ સંગઠનના હોદેદારો અને જયાં ભાજપના ધારાસભ્યો નથી ત્યાન સંગઠનના હોદેદારો અને ધારાસભાની ચુંટણી લડેલા ઉમેદવારોને પાંચ હજાર કાર્યકરો બેસી શકે તેવી જગ્યા અને સમિયાણો તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.

લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી ઇનિંગ્સની તૈયારીમાં ભાજપે પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ માટે દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતને પસંદ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકના લાખો લોકોનો વર્ચુઅલ સંપર્ક કરશે.

Advertisement

આ કાર્યક્રમ સાથે 10 ફેબ્રુઆરીએ રાજયભરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ પણ કરશે.પીએમ મોદીના પીએમ આવાસ યોજના લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંબોધન કાર્યક્રમમાં દરેક વિધાનસભા વિસ્તારમાં 5-5 હજાર લોકો હાજર રહેશે જેમાં લાભાર્થીઓ સિવાય પાર્ટી કાર્યકર્તાઓ અને અન્ય લોકો પણ સામેલ થસે. તમામ 182 વિધાનસભામાં એક સાથે આ કાર્યક્રમ યોજાવાનું હોવાથી 10 લાખ લોકોના જોડાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વર્ષ 2021માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પીએમ મોદીએ તમામ વિધાનસભા બેઠકો પર એક સાથે વર્ચુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના લાખો કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ પ્રદર્શન કરતા અત્યાર સુધી સૌથી વધુ 156 બેઠકો પર જીત મેળવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement