રેસકોર્સ ખાતે 25મીએ મોદીની જંગી સભા: 1 લાખની મેદની ઊમટશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 25ના રોજ દ્વારકા ખાતે પધારનાર છે. તેમના હસ્તે સૌરાષ્ટ્રભરના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. તા. 25ના રોજ વડાપ્રધાન રાજકોટ ખાતે એઈમ્સ, ઝનાના હોસ્પિટલ અને સ્માર્ટસીટીનું લોકાર્પણ કરવાના હોય કલેક્ટર દ્વારા આજે ડીડીઓ ન્યુ કમિશનર સહિતના ટોચના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી વડાપ્રધાનની સભામાં આઠ જિલ્લામાંથી એક લાખથી વધુ લોકોની મેદની તેમજ અન્ય કામો અંગેની ચર્ચા હાથ ધરી હતી. આ ઉપરાંત એઈમ્સ ખાતે હેલીપેડ ઉભુ કરાયું.
કલેક્ટર કચેરી ખાતે આજરોજ ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિતના ટોચના અધિકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત સમિક્ષા યોજવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રભરમાં થયેલા વિકાસના કામો તેમજ હવે ચાલુ થનારા પ્રોજેક્ટો માટેની યાદી તૈયાર કરવાની સુચના આપવામાં આવી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી વધુ લોકોને લઈ આવવા માટે 1400 એસટી બસો રિએક્ટ કરવાની પણ સુચના આપવામાં આવેલ. તેવી જ રીતે મોટાગજાના પ્રોજેક્ટોની યાદી તૈયાર કરી માગવામાં આવી છે. જ્યારે રેસકોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રમોદીની જાહેરસભા યોજાઈ તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને દરેક વિભાગના અધિકારીઓને વડાપ્રધાનના તમામ કાર્યક્રમોની રૂપરેખા અંતર્ગત કામગીરી સોંપવામાં આવી છે.
આગામી તા. 25ના રોજ રાજકોટ ખાતે રેસકોર્સમાં વડાપ્રધાનની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા ખાતેથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન રાજકોટ ખાતે આવી પહોંચશે ત્યાર બાદ તેઓ એઈમ્સનું લોકાર્પણ કરી ઝનાના હોસ્પિટલનું અને સ્માર્ટસીટીનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ રેસકોર્સ ખાતે જંગી સભાને સંબોધન કરશે. જેના માટે સૌરાષ્ટ્રભરમાંથી 1400 એસટી બસ દ્વારા લોકોને સભાસ્થળે પહોંચાડવા માટેની તૈયારીઓ આરંભવામાં આવી છે અને જિલ્લા તેમજ તાલુકા વાઈઝ એસટીની બસો ફાળવી દેવાની જવાબદારીઓ અધિકારીઓને સોંપવામાં આવી છે. કલેક્ટરે આજે ડીડીઓ સહિતના અધિકારીઓને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાંથી એક લાખથી વધુની મેદની એકઠી કરવા તેમજ પુરા થયેલા મોટાગજાના પ્રોજેક્ટો તથા જાહેર કરવામાં આવેલા પ્રોજેક્ટોના ખાત મુહુર્તની યાદી તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે.