રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

"મોદી કી ગેરંટી": દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી આ અભિયાન લોન્ચ કરાશે

11:08 AM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત બુધવાર તારીખ 6 માર્ચથી "મોદી કી ગેરંટી" અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. રાજ્યના 33 જિલ્લાઓ તથા આઠ મહાનગરોમાં જે-તે વિસ્તારના સાંસદ, સ્થાનિક જિલ્લા પ્રમુખો તથા રાજ્યના મંત્રીઓ સાથે ભાજપના અગ્રણીઓ દ્વારા અહીં વક્તવ્ય આપવામાં આવશે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રદીપભાઈ ખીમાણી, જામનગરમાં રાજુભાઈ ધ્રુવ, ગાંધીનગરમાં ઋષિકેશ પટેલ સહિતના સ્થળોએ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે. સંભવતઃ આગામી એપ્રિલ માસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે "મોદી કી ગેરંટી" અભિયાન ભાજપ માટે ખૂબ જ મહત્વનું ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ પણ સમગ્ર રાજ્ય સાથે દેશમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement