રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોરબંદરમાં મોઢવાડિયા છઠ્ઠીવાર ચૂંટણી લડશે

12:08 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત બાદ હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. આ સાથે અર્જુન મોઢવાડિયા સતત છઠ્ઠીવાર પોરબંદરથી ધારાસભ્યની ચૂંટણી લડશે. એક સમયના કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થઈ ગયા છે.

Advertisement

આ સાથે ભાજપે તેમને પોરબંદરથી પેટાચૂંટણી માટેના ઉમેદવાર પણ જાહેર કર્યા છે. 2002થી અત્યાર સુધીમાં ત્રણવાર કોંગ્રેસના ચિહ્ન પરથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયા આ વખતે કમળના નિશાન પરથી ચૂંટણી મેદાનમાં આવશે.

17 ફેબ્રુઆરી 1957માં મેર જ્ઞાતિમાં જન્મેલા અર્જુન મોઢવાડિયા બીઈ મિકેનિકલ એન્જિનિયરીંગ થયેલા છે. વર્ષ 1982 થી 2002 સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યની ફરજ બજાવી ચુક્યા છે. જે બાદ તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા બની ગયા અને 2002માં સૌપ્રથમવાર પોરબંદર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. એ સમયે તેમણે ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરિયાને માત આપી જાયન્ટ કિલર સાબિત થયા હતા. જે બાદ તેમણે વર્ષ 2004 અને 2007માં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી હતી.
વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી તેમને પોરબંદરથી રિપીટ કર્યા. આ વખતે તેમણે ભાજપના શાંતાબેન ઓડેદરાને હરાવી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ જીત બાદ વર્ષ તેઓ ગુજરાત વિધાનસભામાં તેમને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ વર્ષ 2011માં તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ડિસેમ્બર 2012 સુધી તેમણે આ જવાબદારી નિભાવી હતી.

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં નસીબે સાથ ન આપ્યો અને અર્જુન મોઢવાડિયાને ભાજપના બાબુ બોખિરીયા સામે હારનો સામનો કરવો પડ્યો. જે બાદ વર્ષ 2017ની વિધાસભા ચૂંટણીમાં પણ તેમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો અને અર્જુન મોઢવાડિયા 1855 મતથી હારી ગયા. આ બંને હાર બાદ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી તેમને પોરબંદરથી મેદાને ઉતાર્યો અને બંને હારનો બદલો લેતા હોય તેમ 8 હજાર મતોની લીડજથી તેમણે બાબુ બોખિરીયાને હરાવ્યા હતા.

અર્જુન મોઢવાડિયા 2002, 2007 અને 2022 એમ ત્રણ ટર્મ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમની આ ત્રીજી ટર્મમાં કોંગ્રેસમાંથી તેમનો મોહભંગ થતા હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને લોકસભાની સાથે જ થનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે તેમને પોરબંદરથી ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે જોવુ રહેશે કે પોરબંદરની જનતા પક્ષપલટો કરનારા આ ઉમેદવારને સ્વીકારશે કે જાકારો આપશે.

Tags :
BJPElectiongujaratgujarat newsPorbandar
Advertisement
Next Article
Advertisement