For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોઢવાડિયા, ડેર અને કંડોરિયાએ પહેરી ભાજપની ટોપી

03:55 PM Mar 05, 2024 IST | admin
મોઢવાડિયા  ડેર અને કંડોરિયાએ પહેરી ભાજપની ટોપી
  • સી.આર. પાટીલની હાજરીમાં કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં વિધિવત પ્રવેશ

ગુજરાતમાં લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસમાં ભાજપગમનનો દોર યથાવત રહ્યો છે અને ગઇકાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપના કોંગ્રેસના પીઢ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા ઉપરાંત રાજુલાના પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેર તથા જામનગર જિલ્લાના જુના જોગી મુળુભાઇ કંડોરીયાએ આજે વિધિવત કેસરીયા કર્યા હતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ. પાટીલ સહીતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા. પાટીલે ત્રણેય નેતાઓને ભાજપના ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાયાર હતા.

Advertisement

મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા. મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે. આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે. ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂૂપિયા જમા કરાવ્યા. ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂૂ કરી છતાં નિરાશ થયા હશો અને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે તે તમામનું સ્વાગત છે.

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે, 2003થી 2010 સુધી સક્રિય રાજકારણમાં યુવા મોરચામાં કામ કર્યું છે. 2003-10 સુધી ભાજપના એટલા કાર્યક્રમો સોંપ્યા હતા. વન બુથ ટેન યુથનો એક કાર્યક્રમ હતો. એ સમયે મેં અમરેલી વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ કરી લોકોને જોડ્યા હતા. જો કે એ સમયે સ્થાનિક નેતા સાથે માથાકુટ થતા પાર્ટી છોડી હતી. 2017માં કોંગ્રેસે મને ટિકિટ આપતાં એ પક્ષમાંથી લડ્યો હતો. 3 વખત પાટિલ સાહેબે મને અલગ અલગ રીતે આમંત્રણ આપ્યુ હતું. કોંગ્રેસના મોવડી મંડળને નજીકના લોકોએ જે રીતે ગેરમાર્ગે દોર્યા અને એ સમયે મારા સહિત અનેક લોકોને ન ગમ્યું.

Advertisement

ડેરે આગળ કહ્યું કે, ખાસ કરીને મારા પરિવારના પણ સભ્યો નારાજ થયા હતા. કોઈને દોષ નથી આપવા, ખરાબ નથી બોલવું. રાજનિતીમાં કામ કરવા આવ્યા છીએ. મારા માતાની તબિયત ખરાબ છે એટલે સી.આર. પાટીલ ઘરે આવ્યા હતા. રાજુલા મતસભા વિસ્તારમાંથી પણ આગામી સમયમાં લોકો જોડાશે. 2004માં આખા ગુજરાતમાં નગરપાલિકાના સૌથી નાની વયે પ્રમુખ તરીકે મોદી સાહેબે મારું સન્માન કર્યું હતું. આગામી સમયમાં ઈં ઠઅગઝ ઝઘ ઙછઘટઊ ખઢજઊકઋ. પાર્ટી જે જવાબદારી સોંપશે એમાં પ્રામાણિકતા સાથે આગળ વધીશ.

તેઓએ આગળ કહ્યું કે, જો કોઈ સ્વાર્થ હોત તો એ સમયે જ જોડાયા હતા. ભાજપ પાસે 156 રેકોર્ડ બ્રેક બેઠક છે. લોકસભામાં બહુમતી છે. કંઈ ખુટે છે અને ઉમેરવા આવ્યો છું એમ નહિ પણ રાજનીતિમાં આવી સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનું સપનું જોયું હતું. અત્યારે એ પક્ષમાં એનજીઓ જેવી હાલત છે. અમે બદલાવ લાવી શકીએ એમ નહોતા અને ભાજપમાં મને આ સપનું સાકાર થતું હોય એમ લાગે છે એટલે ભાજપમાં જોડાયો છું. ફરીથી કહું છું કે, જ્યારે કોંગ્રેસ છોડે ત્યારે અલગ અલગ એજન્સીના નામ આપે છે પણ મારા સહિત કોંગ્રેસ છોડનારા તમામ આગેવાનોને ક્યારેય ડર બતાવ્યો નથી. ખિસકોલીની જેમ યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આગામી સમયમાં વિસ્તારના આગેવાનો જે જોડાવા માંગતા હશે તો પ્રદેશ પ્રમુખની પરવાનગી લઈ તેમને જોડીશું. મોદી-શાહનો આભાર કે મારા જેવા વ્યક્તિનો સ્વીકાર કર્યો. મારી શક્તિ કમિટમેન્ટ સાથે ઉપયોગમાં લઈશ. બમણી શક્તિથી કામ કરીશ. લોભ-લાલચ વગર પક્ષમાં જોડાયો છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement