For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોઢવાડિયા- અંબરીશ ડેર અને મૂળુ કંડોરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા, કોંગ્રેસના ત્રણેય નેતાને પાટીલે ટોપી-ખેસ પહેરાવ્યા

02:32 PM Mar 05, 2024 IST | admin
મોઢવાડિયા  અંબરીશ ડેર અને મૂળુ કંડોરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા  કોંગ્રેસના ત્રણેય નેતાને પાટીલે ટોપી ખેસ પહેરાવ્યા

Advertisement

રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે જામનગરના મૂળુ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે. ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.

Advertisement

ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, '1947માં દેશને આઝાદી મળી તે પહેલા સમગ્ર દેશની જનતા અને નાગરિકો, ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકઠા થયા હતા. તેમાં તમામ વિચારધારાના લોકો હતા. લક્ષ્ય હતું રાજકીય આઝાદીનું. આઝાદી મળી પણ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આપણને આ સપનું અધુંરું દેખાય છે. તે વખતે મહાત્મા ગાંધી અને સરાદાર સાહેબ દેશનું નેતૃત્વ કરતા હતા. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વિકસિત ભારતનું સપનું લઈને દિવસ અને રાત જોયા વગર કામ કરી રહ્યા છે.'

કોંગ્રેસના દિગજ નેતા અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર કોંગ્રેસ નાં નેતા મુળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમરીશ ડેરની સાથે મુળુ કંડોરિયા કેશરો ધારણ કરશે. જામનગર કોંગ્રેસને પડશે મોટો ઝટકો

Advertisement
Tags :
Advertisement
Advertisement