વોકહાર્ટ હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવારનો પ્રારંભ
એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સે "ઉર્જા” ના લોન્ચની ઘોષણા કરી છે જે એક અત્યાયુનિક લિનેક (લિનિયર એક્સિલરેટર) છે, જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ, જેમાં જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે. "ઉર્જા", અત્યાધુનિક લિનેક ટેકનોલોજી બે્રસ્ટ, બે્રઈન, કરોડરજ્જુ, માથા, ગરદન, કેફસા, સ્ત્રીરોગ, ત્વચા, ગુદામાર્ગ, લીવર અને પ્રોસ્ટેટ કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સર સામે લડતા દર્દીઓને રેડિયેશન થેરાપી પૂરી પાડશે.
આ US FDA- - એપ્રુવ્ડ LINAC સિસ્ટમ સ્વસ્થ અવયવો માટે વધુ સારી સુરક્ષા સાથે ખૂબ જ સચોટ સારવાર પૂરી પાડે છે. તે સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી (જછજ) અને સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયેશન થેરાપી (જઇછઝ) કરી શકે છે, જેનાથી માત્ર થોડા સત્રોમાં ચોક્કસ રેડિયેશન થઈ શકે છે.
આ સિસ્ટમ મુવિંગ ટ્યુમર્સને ટ્રેક અને સારવાર પણ કરી શકે છે, અને તે ડીપ ઇન્સ્પિરેટરી બ્રેથ હોલ્ડ (ઉઈંઇઇં) નો ઉપયોગ કરીને સ્તન કેન્સરના દર્દીઓમાં હૃદયમાં રેડિયેશન ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં, તેમાં કોન બીમ ઈઝ (ઈઇઈઝ) સાથે ઇમેજ-ગાઇડેડ રેડિયોથેરાપી (ઈંૠછઝ) શામેલ છે અને અસરકારક સારવાર માટે ઈંખછઝ અને રેપિડ આર્ક જેવી અદ્યતન રેડિયેશન તકનીકો પ્રદાન કરે છે. લોન્ચિંગ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઝહાબિયા ખોરાકીવાલા એ જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનામાં, એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટે અઊછઇ (એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ) દ્વારા પ્રમાણિત, ઉચ્ચતમ ધોરણો સાથે સલામતી અને પાલન સુનિશ્ચિત કરવા માટે એક વિશિષ્ટ બંકર બનાવવામા નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રુપના સીઈઓ ડો. પરાગ રિંદાણીએ જણાવ્યું હતું કે, "આ રિવોલ્યુશનરી મશીન આ પ્રદેશમાં પ્રથમ છે. , જે હેલ્ધી પેશીઓનું રક્ષણ કરતી વખતે અજોડ ચોકસાઈ સાથે ટ્યુમરને ચોક્કસ રેડિયેશન આપે છે. એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના ક્ધસલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડો. રાહુલ મિશ્રાએ જણાવ્યુ હતુ કે ‘આ અધતન તબીબી ઉપકરણોના ઉદઘાટન સાથે અમે રાજકોટમા વિશ્ર્વ કક્ષાની રેડિયેશન થેરાપી લાવી રહયા છીએ. અમારો ઉદેશ્ય દર્દીઓને ગુજરાતમા શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઉચ્ચતમ ધોરણની સંભાળી પુરી પાડવાનો છે.