મોડેલ હની પટેલે માત્ર સાત દિવસમાં વીડિયો મૂકી ‘આપ’ને કર્યુ બાયબાય
આમ આદમી પાર્ટીમાં એક અઠવાડિયા પહેલા જ જોડાયેલી કાર્યકર અને મોડેલ હની પટેલે ભારે વિવાદ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો બનાવીને આ રાજીનામાની જાહેરાત કરી હતી. હની પટેલનો બિયર પીતી અને સિગારેટના કસ લેતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલે ભારે હોબાળો મચી ગયો હતો અને અઅઙ ની ભારે કિરકિરી થઈ હતી.
લસકાણા વિસ્તારમાં રહેતી હની પટેલ એક મોડેલ છે અને એક અઠવાડિયા પહેલાં જ તે અઅઙ માં જોડાઈ હતી. રાજકારણમાં જોડાતાની સાથે જ તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થયા હતા. આ વીડિયોમાં હની પટેલ બિયરની બોટલમાંથી ગ્લાસ ભરતા અને સિગારેટ પીને ધૂમાડો ઉડાવતી જોવા મળી રહી છે.
હની પટેલનું ડ્રેસિંગ અને જાહેર જીવનમાં આવેલી વ્યક્તિની હરકતો તદ્દન વિપરીત હોવાનું લોકોએ નોંધ્યું હતું.
‘પ્રજાના સેવક’ તરીકે જાહેર જીવનમાં આવી હરકતો શરમજનક હોવા અંગે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ થયું હતું.વિવાદ વકરતાં હની પટેલે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે આ વીડિયો જૂના છે અને તેના મોડલિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેના કહેવા મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો દીવમાં શૂટિંગના સમયનો છે. દુબઈમાં ઈ-સિગારેટ સાથે મોડેલ તરીકે પોઝ આપવા સમયનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રોલર્સ તેના આ બચાવથી સહેજે ખુશ નહોતા.
બીજી તરફ, પાર્ટીની શાખ પર સવાલ ઉઠતાં આમ આદમી પાર્ટીએ હની પટેલ આપમાં છે કે કેમ તે અંગે અજાણ હોવાનો ખુલાસો કર્યો હતો, જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. અઅઙ દ્વારા તેનાથી કિનારો કરી લેવાતા વિવાદે વધુ તુલ પકડ્યું હતું. આખરે, ભારે વિવાદ અને ટ્રોલિંગના કારણે હની પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે.