રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મોક એક્સરસાઈઝ યોજાઈ
આગામી દેશનો તહેવાર એવા 15મી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદેશ રાજકોટ એરપોર્ટ આસપાસના વિસ્તારમાં આતંકવાદી હુમલા અને બોમ્બ સહિતની ગતિવિધિઓને નાથવામાં આવી હતી. આ સમગ્ર મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું સંકલન અને દેખરેખ રાજકોટ એરપોર્ટ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અને ચીફ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસવા દ્વારા કરવામાં આવ્યું હતું.
મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝમાં રાજકોટના એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના 104 જવાનો, ક્વિક રિસ્પોન્સ ટીમના 14 જવાનો અને બોમ્બ ડિટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્કવોડ, કે 9 ડોગ્સ સ્કવોડ, એરપોર્ટ ઓથોરીટીનો ફાયર વિભાગ, એરલાઇન્સનો સ્ટાફ, રાજ્યની બોમ્બ ડિટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્કવોડ, એસ.ઓ.જી. ટીમ, રાજ્ય પોલીસ ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત કુલ 182 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત હતા.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બહુ-એજન્સી મોક કસરત પછી એક ડિબ્રીફિંગ સત્ર યોજવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન, બધી સહભાગી એજન્સીઓએ કવાયતના અનુભવો અને અવલોકનો શેર કર્યા. મોક કવાયતનો ઉદ્દેશ આતંકવાદ વિરોધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે એજન્સીઓ વચ્ચે તૈયારી અને સંકલનને વેગ આપવાનો હતો.